AHMEDABAD : મોટા માછલાં ને છાવરી વિદેશ ની ટ્રીપ મારતા ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ હવે લાગ્યા ચેન સ્નેચરો ને પકડવામાં કે શુ !?

0
233

મોટા માછલાં ને છાવરી વિદેશ ની ટ્રીપ મારતા ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ હવે લાગ્યા ચેન સ્નેચરો ને પકડવામાં કે શુ !?

સમગ્ર રાજ્યભરમાં જ્યારે કોઈ આરોપી ઝડપાતો ના હોય અથવા તો મોટા ગુનાનો ભેદ ઉકેલાતો ના હોય ત્યારે તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવતી હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ આવા ગુનાના ભેદ ઉકેલી દેતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાકીટમાર, મોબાઈલ સ્નેચર કે નાની મોટી ઘર ફોડ ચોરી કરતા ગુનેગારોને અને વાહન ચોરોને ઝડપી લેવાનુ શરૂ કરી દીધું હોવાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ મોબાઈલ સ્નેચરને ઝડપી લીધો હતો.

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી ની ટીમને માહિતી મળી હતી કે ચોરીના વાહન પર મોબાઇલ સ્નેચીગ કરતો અરબાજ ઈસ્તેખાર શેખ રખિયાલમાં શિકારની શોધમાં ફરી રહ્યો છે.

પોલીસે તરત જ તેને ઝડપી લઈને તેની પાસેથી ચોરીનું વાહન અને ત્રણ ચોરીના મોબાઈલ કબજે લીધા હતા. આ ઘટના બાદ સિનિયર અધિકારીઓ દ્વારા પણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ક્રાઈમ બ્રાન્ચને શોભે તેવા ડિટેકશન કરવાની સૂચના આપી હોવાનું જાણી શકાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here