AHMEDABAD : ભુમાફિયા મુશિર સાથે વિદેશ યાત્રા ઉપર ગયેલા ક્રાઇમ બ્રાન્ચના વહીવટદાર અકતર અને નકુમ સહિતના પોલીસ કર્મીઓના ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા કે શું !? અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પણ દોડાદોડી માં મળ્યા જોવા !?

0
853

ભુમાફિયા મુશિર સાથે વિદેશ યાત્રા ઉપર ગયેલા ક્રાઇમ બ્રાન્ચના વહીવટદાર અકતર અને નકુમ સહિતના પોલીસ કર્મીઓના ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા કે શું !? અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર પણ દોડાદોડી માં મળ્યા જોવા !?

અમદાવાદ શહેર પોલીસનો વિદેશી યોગ, જેસીપી ગૌતમ પરમાર અને સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જઈ આવ્યા !

જુહાપુરાના ભુમાફિયા મુશીરે ક્રાઇમ બ્રાન્ચના વગદાર પોલીસવાળાઓને દુબઈ અને સિંગાપુર મલેશિયાની લક્ઝરીયસ ટુર કરાવી બની ચર્ચાનો વિષય !

જમીન દલાલ સિંગાપુરના પ્રવાસે સાથે બે પોલીસ કર્મીઓને લઈ ગયો હોવાની ચર્ચા !

અમદાવાદ શહેર પોલીસમાં હમણાં જાણે કે વિદેશ યોગ ચાલી રહ્યો છે. સંયુક્ત પોલીસ કમિશનર, સેક્ટર -2 ગૌતમ પરમાર વીસેક દિવસ સુધી વિદેશ ફરી આવ્યા. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામાજિક કાર્યક્રમ માટે વિદેશના પ્રવાસે જઈ આવ્યા. આઇપીએસ અધિકારીઓની વાત તો જુદી છે પરંતુ અમદાવાદના કેટલાક વગદાર પોલીસવાળાઓને થોડા સમય પહેલા જ જુહાપુરાના ભૂ માફિયા મુશીરે દુબઈની ટુર કરાવી હતી. તમામ પોલીસ કર્મીઓ કોઈપણ જાતની પરવાનગી કે રજા લીધા વગર ગુલ્લીમારીને વિદેશ ફરી આવ્યા અને દરેકની પાછળ ભૂ માફિયા મુશીરે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. જે ફરિયાદ કમિશનર ઓફિસ સુધી પહોંચતા તપાસ શરૂ થઈ ગઈ.
જુહાપુરાનો કુખ્યાત ભુ માફિયા મુશિર સિંગાપોરના પ્રવાસે પહોંચી ગયો હતો જેની સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસકર્મીઓ અકતર અને નકુમ પણ સિંગાપોર ફરવા પહોંચી ગયા હતા.બીજી તરફ ગોમતીપુર પોલીસ સ્ટેશનના વિજયસિંહ અને અનિરુદ્ધસિંહ તથા એસ.ઓ.જી.ના કેતન નામનો કોન્સ્ટબલ પણ થાઈલેન્ડ ની ટ્રીપ મારી આવ્યા હોવાની ચર્ચાઓ પોલીસ બેડામાં ચર્ચા નો વિષય બન્યો છે. જેની તેમણે સિનિયર અધિકારીઓને કોઈ જાણ પણ કરી નથી.ભૂ માફિયા મુશીર સાથે વિદેશ ફરવા પહોંચી જતા કે તેની મહેરબાનીથી વિદેશ ફરવા ગયેલા પોલીસવાળાઓના પાસપોર્ટની તપાસ કરવામાં આવે તો ચોક્કસ મોટી ગોઠવણ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ચાલુ વર્ષે રથયાત્રાને લઈને ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને ખૂબ જ ચિંતા હતી. કેમ કે આતંકવાદી સંગઠની ધમકી મળી હતી. રથયાત્રાના બે દિવસ પહેલા જ ઉદયપુરમાં એક દરજી યુવકની ઘાતકી હત્યા કરી તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ઘટનાઓને લઈને પોલીસ ખૂબ જ ચિંતા હતી જોકે રંગેચંગે રથયાત્રા સલામત રીતે પૂર્ણ થઈ ગઈ અને થાક ઉતારવા માટે ગૌતમ પરમાર વેપારી મિત્રો સાથે વિદેશ પહોંચી ગયા .જેઓ પરત આવીને ફરજ ઉપર હાજર થઈ ગયા ,ગૌતમ પરમારના આગમન સાથે જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સામાજિક કાર્યક્રમ માટે પખવાડિયાની રજા લઈને વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ અજય ચૌધરીને સોંપવામાં આવ્યો . અજય ચૌધરીએ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો કે કમિશનર ઓફિસમાં જુદા જુદા ક્ષેત્રના કલાકારો નજરે પડતા થઈ ગયા હતા

થોડા સમય પહેલા જુહાપુરાના એક ભૂ માફીયા કે જેના ઇશારે સ્થાનિક વિસ્તારના બે ત્રણ પોલીસ મથકોનો વહીવટ ચાલતો હોય છે તે પોલીસ માથકોના વગદાર પોલીસ કર્મચારીઓને દુબઈની લક્ઝરીયસ ટુર કરાવી હતી. દરેક વગદાર પોલીસવાળા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો હતો.

આ વાત બહાર નહીં આવતા પોલીસવાળાઓની હિંમત ખુલી ગઈ અને હાલ સિંગાપુર ફરવા ગયો તો તેની સાથે બે પોલીસ કર્મચારીઓ પણ સિંગાપોર પહોંચી ગયા હતા.

માફીઆઓ સાથે વિદેશ પ્રવાસ કરી આવેલા તમામ પોલીસ કર્મચારીઓની વિગતો પોલીસ કમિશનર ઓફિસ ડીજીપી ઓફિસ અને ગૃહ વિભાગમાં પહોંચી ગઈ હોવાની વાતો પણ ચાલી રહી છે. આ તમામ લોકોની તપાસ કરવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે.

હજુ પણ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ના અહેવાલ માં જોતા રહો બીજા પોલીસ કર્મીઓ ના નામ અને પાસપોર્ટ ની વિગતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here