આજ થી શ્રાધ્ધ પક્ષ, પિતૃપક્ષ નો પ્રારંભ થઈ રહ્યો છે . ત્યારે આ સમય પિતૃદોષ માંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ સમય માનવામા આવે છે. હિન્દુ ધર્મ મા શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક મહત્વપુર્ણ કાર્ય છે પિતૃપક્ષ દરમિયાન કરાયેલા શ્રાધ્ધ ક્રમ અને દાન – તર્પણ થી પિતૃઓને તૃપ્તિ મળે છે. જેથી ખુશ થઇ ને પોતાના વંશજોને સુખ અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરી એ છીએ અને તેમની આત્મા ની શાંતિ માટે દાન, ધર્મ કાર્ય કરી એ છીએ
આવતીકાલ થી થઈ રહેલા શ્રાધ્ધ પક્ષ વિશે શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે ધર્મ ગ્રંથો પ્રમાણે શ્રાધ્ધ ના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ અર્પણ કરે છે તેમજ તેમની મૃત્યુ તિથિ ઉપર શ્રાધ્ધ કરે છે . એવી માન્યતા છે કે પિતૃઓનુ ઋણ શ્રાધ્ધ દ્વારા ચુકવવામાં આવે છે વર્ષ ના કોઈ પણ મહિના તથા તિથિમાં સ્વર્ગવાસી થયેલા પિતૃઓ માટે પિતૃપક્ષનીએ
તિથિએ શ્રાધ્ધ કરવાનું કહેવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણો નું શ્રાધ્ધ કર્મ કરવા માટે એક વર્ષ માં ૯૬ તકો મળે છે. જેમાં વર્ષ માં ૧૨ મહિનાની અમાસ તિથિએ શ્રાધ્ધ કરી શકાય છે. વર્ષ ની ૧૪ મન્વાદિ તિથિઓ, ૧૨ વ્યતિપાત યોગ, ૧૨ સક્રાંતિ, ૧૩ વૈધૃતિ યોગ અને ૧૫ મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષ નુ શ્રાધ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.
જે લોકોનું અકાળ મૃત્યું થયું હોય અને યોગ્ય જાણકારી ન હોય તેમનું શ્રાધ્ધ અમાસ ની તિથિએ કરવું જોઈએ. સાપ કરડવાથી થયેલું મૃત્યું , બીમારીથી તેમજ જેમના અંતિમ સંસ્કાર ન થયા હોય તેવા પિતૃઓ નું શ્રાધ્ધ પણ અમાસે કરવામાં આવે છે. તેમજ શ્રાધ્ધ કર્મ માં ગાય નું ઘી, દુુધ અને દહી કામમા લેવું જોઇએ, ધ્યાન માં રાખવા જેવી બાબત એ છે કે વાછરડા ને જન્મ આપ્યા ને ૧૦ દિવસ ન થયા હોય તેવી ગાય ના દુધ નો ઉપયોગ શ્રાધ્ધ કર્મ માં ન કરવો જોઇએ. શ્રાધ્ધ કર્મ માં ચાલી ના વાસણો માં માત્ર પાણી આપવામાં આવે તો પણ તે તૃપ્તિકારક હોય છે. શ્રાધ્ધ કરવાના ખાસ નિયમો હોય છે
શ્રાધ્ધ જે તિથિમાં જે પરિજન નું મૃત્યું થયું હોય તે તિથિએ તેમનું શ્રાધ્ધ કરવામા આવે છે . શ્રાધ્ધ કર્મ પુર્ણ વિશ્વાસ,શ્રધ્ધા સાથે જ કરવું જોઇએ. પિતૃઓ સુધી આપણું દાન જ નહીં પણ આપણો ભાવ પણ પહોંચવા જોઇએ.