ગુજરાતની જનતા સાથે જયારે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના ચેનલ હેડ સ્ટેફી કુનુરિયા એ વાત કરી ત્યારે જનતાનો જવાબ હતો કે હવે નથી રહ્યો ભરોસો. ભાજપ લોભામણી જાહેરાતો કરી મસમોટા વાયદાઓ આપ્યા પણ બધા પર પાણી ફેરવી વાળ્યુ ભાજપના જ કાર્યકર્તાઓએ કહું કે જનતાનું આવું કેહવું છે. આ વાત કેટલા અંશે સાચી હવે એતો ભાજપે જ વિચારવાનું રહ્યું. વિકાસની ગાથા ખાલી કાગળ ઉપર !? વધતી જતી બેરોજગારી ? વધતો જતો ભ્રષ્ટાચાર ? નેતાઓના કૌભાંડો ? શુ આ બધી દુવિધાની વચ્ચે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતી શકશે ભાજપ ? વિધાનસભાની ચૂંટણી આવી રહી છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ જોર શોરમાં લોભામણી જાહેરાતો કરવામાં વ્યસ્ત છે ? પાપા પગલી કરતું આપ અત્યારે ચૂંટણી પહેલા જનતામાં ભારે સ્નેહની લાગણી દર્શાવી રહ્યું છે.જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ કેજરીવાલની જેમ મફત વીજળીના વાયદા આપવામાં વ્યસ્ત છે !? ગુજરાતનું શુ ? વિકાસ કે વિનાશ ? જનતા કોના પર કરશે ભરોસો !? શુ ફરી એકવાર લહેરાશે ભગવો !?