AHMEDABAD : સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમની મહેનત લાવી રંગ ! એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત કોલેજ પાસે ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર માં વિજિલન્સ ત્રાટક્યું !

0
446

સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમની મહેનત લાવી રંગ ! એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત કોલેજ પાસે ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર માં વિજિલન્સ ત્રાટક્યું ! અનેક પોલીસ કર્મીઓ પણ આ હુક્કાબાર માં આવી ને હુક્કા ની મજા માણતા હતા અને સેટિંગ ના કામો પણ આ હુક્કાબાર ના માલિક પથિક શાહ ને સાથે રાખી પાર પાડતા હતા.જો હવે વિજિલન્સ દ્વારા પણ સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર ના આધારે ન્યાયિક તપાસ કરવામાં આવશે તો અનેક પોલીસ કર્મીઓના મોટા વ્યવહારો ની પોલ ખુલ્લી પડી શકે તેમ છે.

અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા હુક્કા બાર પર રેડ થયા બાદ હવે શહેરમાં ગુજરાત કોલેજ પાસેના TCS હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા હતા. પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા છે. અહીં રોજ સાંજે અંધારું થતાં જ પોલીસકર્મીઓ મહેફિલ માણવા માટે ભેગા થઈ જતા હતા. કવિ અને કવ્વાલની મહેફિલમાં આખા અમદાવાદ શહેરનો હિસાબ થતો હતો. અહીં કોણ આવતું અને કોણ શું કરતું એ જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે.


આ કવિ અને કવ્વાલ સામે શહેરના એક ઉચ્ચ અધિકારી આકરા પાણીએ હતા. અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજની બાજુમાં સ્થિત TCS હુક્કાબાર ખૂબ જાણીતો છે. આ હુકા બાર પર અંધારું થતાં જ શહેરના અને અલગ અલગ એજન્સીઓના પોલીસકર્મીઓ હુક્કાની લહેજત માણવા માટે ભેગા થાય છે. થોડા સમય પહેલાં રિનોવેશનનું કામ ચાલતું હોવાની વાતની વચ્ચે નીલ રેડ કરવામાં આવી પછી કોઈ દબાણના કારણે બધું દબાઈ ગયું હોય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
શુક્રવારે અહીં હુક્કો પીવા બેઠેલા લોકો હોવાની જાણ સ્થાનિક પોલીસને નહીં, પણ વિજિલન્સને થઈ હતી. સ્થાનિક પોલીસ અહીં દરેક બાબતમાં નજરઅંદાજ કરતી હોય એવું લાગી રહ્યું હતું. રેડ કરી ત્યારે અહીં એક-બે નહીં, પણ બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે CCTV અને DVR કબજે કર્યા પોલીસે આ સમગ્ર મામલે CCTV અને DVR કબજે કર્યા છે, જેમાં અહીં રોજ આવતા લોકોના ફૂટેજ છે. આ ફૂટેજમાં કયા મોટા લોકો કોણ કોણ શંકાસ્પદ લોકો અહીં રાતે બેસતા હતા એ પણ પોલીસ તપાસમાં બહાર આવી જશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરની બે વ્યક્તિ કવિ અને કવ્વાલના નામે જાણીતી છે, જે અહીં અંધારું થતાં હુક્કાની મહેફિલમાં ગોઠવાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here