AHMEDABAD : ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોના મસીહા બાબુદાઢી ની કરમકુંડળી ભાગ – ૧

0
413

મહાત્મા ગાંધીની તપોભૂમિ ગુજરાત જેનો વિકાસ સમગ્ર વિશ્વને ઉડીને આંખે વળગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રમોદી નાં વડપણ હેઠળ દેશ નું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે અમુક અસામાજિક લે ભાગું લુખ્ખાતત્વો પોતાના મલીન ઈરાદાઓ ને અંજામ આપીને શાંતિ અને સલામતી ની તસ્વીર સમા ગુજરાત ને ઉઝરડા ભરી રહ્યા છે કારણકે વર્દીધારી રક્ષકો પૈકીના ઘણાખરા એવા પણ સીસ્ટમ માં આવી ગયા છે કે પગાર સરકાર નો લે છે પણ વફાદારી આવા અસામાજિક લુખ્ખાતત્વો ની કરે છે કારણ કે આવા અસામાજિક તત્વો અને લુખ્ખાઓ સાથે જયારે ઉપરી અધિકારી જ સબંધ સાચવીને રાખતા હોય અને તેમની સરભરા કરવા હુકમ કરતા હોય તો પછી વાંધો જ કોને હોય ? ( જો કે આવા હુકમો મૌખિક જ હોય છે )

વાત જાણે એવી છે કે ગાંધીના ગુજરાત માં દારૂ અને જુગાર જેવા અનિષ્ટ કૃત્યો દ્વારા ગરીબ પરિવાર ના ઘરો તબાહ થયા અને રાવ ઉઠી ત્યારે સામાજિક નૈતિકતા ના ભાગ રૂપે સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ના ડાયરેક્ટર આગમ શાહ દ્વારા સાબરમતી વિસ્તાર ના નામચીન અસામાજિક લુખ્ખા તત્વોના મસીહા બાબુદાઢી ના દારૂના ઠેકાઓ અને જુગારના અડ્ડાઓની માહિતી તથા અન્ય કૃત્યોનો પર્દાફાશ કરવામાં આવ્યો અને આ બાબતના એપીસોડો ચલાવવામાં આવતા ધૂંધવાયેલા આ મસીહાએ ચારે તરફ પોતાના લુખ્ખાઓની ફોજ દોડાવી અને મસમોટી રકમ સ્થાનિક પોલીસ ના પોતાના પાળેલાઓને આપ્યાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલ છે. સ્ટાર ન્યુઝ ગુજરાતી લાઈવ ના તથ્યોના પડખા ગાંધીનગર પોલીસ ભવન સુધી પડ્યા હતા જેથી આ ગુનેગાર ના મસીહા નો ગુસ્સો સાતમાં આસમાને ચડ્યો હતો અને તેમાં પણ સ્થાનિક પોલીસ ઉપર દબાણ આવતા આગમાં ઘી હોમાયું હતું ત્યારે વિકટ પ્રશ્ન એ ઉપસ્થિત થયો હતો કે આંખ આડા કાન કરીને બાબુદાઢી નું ગુનાહિત સામ્રાજ્ય ચાલવા દેવું કે નહિ ? અને જો ચાલવા દેવું હોય તો આ ન્યુઝ ના અપડેટ ને કેમના અટકાવવા ? આ બાબતે કેહવાતા કાયદાના વર્ધિધારી રક્ષકો અને ગુનેગારોની ઉચ્ચસ્તરીય મીટીંગ ગોઠવાઈ હોવાનું પણ નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ મિત્રે જ જણાવ્યું હતું અને ત્યારબાદ યોજના મુજબ બાબુદાઢી એ પત્રકાર આગમ શાહ ને ટેલીફોન કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી જે માટે રીવર ફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટશન ખાતે જે તે સમયે બાબુદાઢી ઉપર ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ સાબરમતી પોલીસ સ્ટેશન ના વહીવટદાર હિતેન્દ્રસીહ ને ખબર પડી જતા બાબુદાઢી ને બોલાવી પત્રકાર ઉપર ક્રોસ ફરિયાદ ખંડણી ની લેવામાં આવીહતી જેથી બાબુદાઢી ને બચાવી શકાય પરંતુપત્રકાર આગમ શાહ દ્વારા તાત્કાલિક આ બાબત ને લઈ ને નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જે બાદ પણ બાબુદાઢી અને તેના મળતિયા ખાખી વર્ધીની મંડળી દ્વારા બાબુદાઢી નો જુગાર બંધ કરાવવામાં આવ્યો ન હતો.અને ખોટા નું ભવિષ્ય ક્યારેય સાચું હોતું નથી કારણ કે બાબુદાઢી વિરુધમાં ૨૦૦૭ થી જ સાબરમતી પોલીસ સ્ટેશનમાં દારુ જુગારના અનેક કેસો નોધાયેલા છે અને પાસા હેઠળ બાબુદાઢી ને ભુજ ખાતેની જેલ માં પણ મોકલવામાં આવ્યો હતો જે બાદ બાબુદાઢી જેલ માંથી ભાર આવ્યા બાદ પણ પોતાના ધંધામાં પીછેહઠ કરી ન હતી અને ફરી એકવાર જુગાર નો ધમધમત સાબરમતી વિસ્તારમાં રેલ્વે કોલોની માં શરુ કરવામાં આવ્યો હતો જે બાદ પણ આ સમાચાર વારંવાર પ્રકાશિત કરવામાં આવતા હોવાથી ગાંધીનગર SMC ની ટીમ દ્વારા ગંભીર નોધ લઈ ને સાબરમતી રેલ્વે કોલોની માં ચાલતા બાબુદાઢી ના જુગારધામ ઉપર રેડ કરી હતી જ્યાંથી સંખ્યાબંધ જુગારીઓ પકડાયા હતા અને મહત્વ ની અને મોટી વાત તો એ હતી કે આ SMC ની રેડ માં સાબરમતી પોલીસ સ્ટેશન ના વહીવટદાર અને બાબુદાઢી ના ભાગીદાર ગણાતા હિતેન્દ્રસીહ ચાવડા,એસીપી નો વહીવટ કરતા ચંપાવત અને એક પી.એસ.આઈ. પણ આ જુગારની રેડ માં રંગેહાથ પકડાઈ ગયા હતા જે બાદ ગુજરાત પોલીસ ને ખુબ જ નીચું જોવાનું આવ્યું હતું અને જેની ગંભીર નોધ લેવાતા સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઈ. ઠાકર,જુગારમાં પકડાયેલ વહીવટદાર હિતેન્દ્રસીહ ચાવડા,એસીપી નો વહીવટ કરતા ચંપાવત તથા એક પી.એસ.આઈ. સહિતના પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને બીજા દિવસે ગુજરાત ભર ના અખબારોમાં હેડલીન બની હતી. જોવાનું એ રહ્યું કે સસ્પેન્ડ કરેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ ની ખાતાકીય તપાસ કરવામાં આવી કે નહિ ? અંગત વર્તુળો માંથી મળેલ માહિતી મુજબ બધીજ ગોઠવણ થી ગયેલ છે અને બધું જ ભીનું સંકેલી લેવામાં આવનાર છે જે માટે થનાર ખર્ચ પણ ગુનેગારો ના મસીહા એ ભોગવવા નું કબુલ્યું હોવાનું પણ જાણવા મળેલ છે. ત્યારબાદ એ ખર્ચ ને ફરીથી રેકાવાર કરવા માટેની વ્યવસ્થા પણ અગાઉ ની જેમ જ કરશે કે શું ? કારણ કે હાલ માં બાબુદાઢી નપ ભત્રીજો સાબરમતી વિસ્તાર નું પ્રભુત્વ કરી રહ્યો હોવાની માહિતી અંગત સુત્રો દ્વારા મળી રહી છે. ભાગ – ૧

આવા જ સનસની ખેજ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here