અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન કરતા તત્વો બેફામ બન્યા છે.છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ખનન માફિયા બની બેઠેલા અને સરકારી તિજોરી ને નુકસાન કરી અને રોયલ્ટી નહીં ભરી બેફામ રીતે ગેરકાયદેસર ડમ્પર અને ટ્રેકટર અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે જેના માલિકો ને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર પ્રકાશ રબારીના અને ભરતના આશીર્વાદ હોવાનું જાણવા મળી રહ્યું છે.વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આશારામ આશ્રમ ની પાછળ ના નદીના ભાગમાં રાત્રીના અંધારું થતાની સાથે જ રેતી માફિયા બજારમાં આવી જાય છે અને રાત્રીના 7 વાગ્યા થી લઈ ને સવારે 6 વાગ્યા સુધીમાં ગેરકાયદેસર રેતી નદીમાંથી ખેંચી ને મસમોટો ખાડો કરી દેવામાં આવ્યો છે અને ગેરકાયદેસર રીતે રેતી ભરી ભરી ને સરકારની તિજોરી ને નુકસાન પહોંચાડવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે.
જો રોયલ્ટી વિભાગ અને સરકાર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસ મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના વહીવટદાર પ્રકાશ રબારી અને ભરતની વાત કરવામાં આવે તો જાણે એ તો ઉચ્ચ અધિકારીઓનો પણ સાહેબ હોય તેવી રીતનું વર્તન પોલીસ સ્ટેશનમાં કરી રહ્યો છે અને પ્રકાશ રબારીની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશનનું સરકારી બાઈક લઈ ને પોતાના ઘરના રોજિંદા કામ માં પણ વાપરી રહ્યો હોવાની વાત અમારા સૂત્રો દ્વારા મળી રહી છે.પ્રકાશ રબારી પોતાના વાહનનો ઉપયોગ નહીં કરી ને સરકારી વાહન નો ઉપયોગ પોતાના પર્સનલ કામમાં પણ કરી ને સરકારી પેટ્રોલ પણ પોતાના ઘરના જ કામ માં વાપરી રહ્યો હોવાની વાત સામે આવી રહી છે.
વધુમાં રેતી માફિયા અને વહીવટદાર પ્રકાશ રબારી અને ભરતના કનેક્શન નો રૂપિયાની લેતીદેતી નો પુરાવો જોતા રહો અમારા હવે પછીના અહેવાલમાં !