અમદાવાદ શહેરમાં ઘણા સમય થી ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને બીજી તરફ આ ગુન્હા ખોરી ને ડામવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ એડી ચેટી નું જોર લગાવી દીધું છે અને તાત્કાલિક કાર્યવાહીઓ કરવાનું પણ સૂચન આપી દેવામાં આવ્યું છે પરંતુ અમદાવાદ શહેરના અમુક પોલીસ સ્ટેશનના પી.આઈ.અને વહીવટદાર ની તાનશાહી અનેક વખત સામે આવી છે.
આજે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની તો અમદાવાદ ના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલ સોમેશ્વર પાર્ક કોમ્પ્લેક્ષમાં નવા વાડજ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ નવા આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું છે.નવરંગપુરા ખાતે આવેલા ભારત સરકારના આધાર કાર્ડ કેન્દ્રમાં જ્યારે એક વ્યક્તિ નવા વાડજ વોર્ડના મહિલા કોર્પોરેટર ભાવનાબેન વાધેલા ના સહી સિક્કા કરેલું ફોર્મ લઈને ગયા હતા ત્યાં ઓપરેટર ને શંકા જતા કોર્પોરેટર ને જાણ કરવામાં આવતા જે જગ્યા એ થી સહી સિક્કા કરી આપવામાં આવ્યા હતા તે જગ્યા ઉપર પહોંચ્યા હતા.ત્યારબાદ કોર્પોરેટર અને તેમના પતિ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ,ઝોન 7 અને કંટ્રોલ માં જાણ કરી હતી અને તમામ ટીમ ના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા જે બાદ સ્થળ ઉપર થી 2 મહિલાઓ અને ચાર પુરુષો ને આવા ખોટા સહી સિક્કા ના ફોર્મ સાથે ઝડપી પાડ્યા હતા.ત્યારબાદ તમામ ને આનંદ નગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પોલીસ સ્ટેશનમાં પી.આઈ.અને વહીવટદાર દ્વારા ફરિયાદ અહીં નહિ લેવાય જેવી વાત કરી ને ખુદ ભાજપના જ કોર્પોરેટર ને રાત્રીના 9 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન બેસાડી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલા કોર્પોરેટર દ્વારા ભાજપના વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર ને ફોન કરી જાણ કરતા ધારાસભ્ય અમિત ઠાકર પી.આઈ. ઉપર લાલઘૂમ થયા હતા અને ત્યારબાદ રાત્રીના 10 વાગે ફરિયાદ લખવાનું શરૂ કરવામાં આવ્યું હતું.જો ભાજપના જ કોર્પોરેટર ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા બેસી રહેવું પડતું હોય તો સામાન્ય માણસ ને તો આ પી.આઈ.અને વહીવટદાર કેવી રીતે બેસાડી રાખતા હશે તે વાત અહીં સાબિતી આપે છે.તો હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે આનંદનગર પી.આઈ. યોગ્ય તપાસ કરશે કે પછી ઢીલી તપાસ કરી પોતાના ખિસ્સા ભરશે.મહત્વ ની વાત તો એ છે કે હજુ સુધી પોલીસ દ્વારા ઓફિસમાં પડેલ કોમ્યુટર કે લેપટોપ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી નથી જેથી પણ આનંદનગર પોલીસ ઉપર કામગીરી કરવામાં શંકા ઉપજાવી રહી છે અને આવા કામ કરતા આરોપીઓ ને છાવરી રહ્યા હોવાનું ભાજપના કોર્પોરેટર ભાવનાબહેન વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.