AHMEDABAd : માધુપુરા પોલીસ સ્ટેશનનો એક બટુક કોણ !? પી.આઈ.અને ડી સ્ટાફ ની બદલીઓ બાદ પણ છે બિન્દાસ !

0
186

માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા રેડ કરી 500 પેટી જેટલો દારૂ પકડી પાડવામાં આવતા જ માધુપુરા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માં ગભરાહટ ફેલાઈ ગઈ હતી.માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ પકડાયા બાદ તરત જ વિજિલન્સ ની ટીમ દ્વારા 12 જેટલા જુગારીઓ ને ઝડપી પાડવામાં આવ્યા હતા જેથી માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ.ઉપર અનેક સવાલો ઉભા થવા પામ્યા હતા.જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિત આખા ડી સ્ટાફ અને ડી સ્ટાફ પી.એસ.આઈ.ની બદલી નો હુકમ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આમાં એ પ્રશ્ન આજે સવારે થી એ ઉઠવા પામ્યો છે કે માધુપુરા પોલીસ સ્ટેશનનો એક બટુક કોણ ? કે જેની નોકરી તો બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં બોલી રહી છે પરંતુ માધુપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ.નો ખાસ માણસ ગણવામાં આવી રહ્યો છે જેને જ આ બધી મંજૂરીઓ આપી હોવાની વાત સામે આવી રહી છે.આજે સવાલ એ ઉભો થવા પામ્યો છે કે ડી સ્ટાફ પી.એસ.આઈ. અને ડી સ્ટાફ માં ફરજ બજાવતા તમામ કર્મીઓ ની બદલી થઈ જતા તમામે બટુક નામની વ્યક્તિ ઉપર ફિટકાર વરસાવ્યો છે અને જણાવ્યું છે કે જો એક પી.આઈ.નો વહીવટદાર આ બધી મંજૂરીઓ આપતું હોય અને પી.આઈ.ની મંજૂરી વગર આ બધું ચાલતું ન હોઈ જો અમારી બદલીઓ કરવામાં આવી છે તો માધુપુરા પોલીસ સ્ટેશનના બટુક ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં ? એટલે એક વાત એ નક્કી થઈ છે કે પોલીસ માં જ અંદર અંદર દુશ્મનીઓ ઉભી થઈ જવા પામી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એસએમસીએ સપાટો બોલાવ્યો છે. જેમાં અલગ અલગ જગ્યાએ રેડ કરીને સ્થાનિક પોલીસની રહેમ નજર એથળ દારૂ-જુગારની બધી હોવાની વિગતો સ્પષ્ટ થઈ છે. તેમાં પણ ખાસ કરીને આજે અમદાવાદ શહેરમાં માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આખો દારૂનો ટ્રક કટીંગ થતો હતો. જેમાં 500 પેટી દારૂ હતો. જે સ્થાનિક પોલીસની મદદ વગર કટીંગ થઈ શકે નહીં તેવું સાબિત થયું છે. હવે મધુપુરા વિસ્તારમાં આટલો મોટો દારૂનો જથ્થો પકડાયા બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.​​​​​​​રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાની સુપર વિઝનમાં ચાલતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી અલગ-અલગ જગ્યાએ દારૂ અને જુગારની રેડ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ એસએમસીએ રેડ કરી હતી. આ વખતે શહેરના માધુપુરા વિસ્તારમાં 11366 દારૂની બોટલ ભરેલો ટ્રક​​​​​​​ કટીંગ થાઈ તે પહેલા પકડી પાડ્યો છે, જે ખૂબ જ ચોકાવનારી બાબત છે. એક સાથે આટલો દારૂનો જથ્થો એ પણ શહેરના ભરચક વિસ્તારમાં કટીંગ થાય તે સ્થાનિક પોલીસની મિલીભગત સામે ચાડી ખાય છે.​​​​​​​એસએમસીના સુત્રોએ જણાવેલી માહિતી પ્રમાણે ગુજરાત લઘુ ઉદ્યોગ એસ્ટેટ પાસે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રકમાં હજારો બોટલ દારૂ હોવાની શંકાને આધારે તેને રોક્યો હતો. જેમાં 11,366 બોટલ એટલે કે 500 પેટી જેટલો દારૂ હતો. જેની કિંમત 25 લાખ 52 હજાર જેટલી થાય છે. પોલીસે આ કેસમાં કુલ 10 આરોપીઓને પકડ્યા છે. જેમાં અબ્દુલ હમીદ શેખ અને અન્ય નવ લોકો સામેલ હતા.​​​​​​​ જ્યારે એસએમસીને તપાસમાં બહાર આવ્યું છે કે, આ કેસમાં સોનુ રાજપુત, અલ્તાફ શાહપુર, મુકુંદ મકવાણા, ફૈઝલ સિંધી, ઇમરાન રખયાલ કમલેશ મરાઠી, પપ્પી રખયાલ એમના આરોપીઓ આ કેસમાં વોન્ટેડ છે. બીજી તરફ આ વોન્ટેડ આરોપીઓ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં દારૂ સપ્લાય કરતા અથવા પોતે જ વેચતા હોય તેવું પણ એસએમસીને જાણવા મળ્યું છે. હવે આ તમામની ધરપકડ કરવા માટે પણ એસએમસી દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.​​​​​​​આટલી મોટા જથ્થામાં દારૂ મળી આવતા સ્થાનિક પોલીસ સામે શંકાની સોય ઊભી થઈ છે. જેના કારણે હવે સ્થાનિક પોલીસ અથવા પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી થાય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી તરફ આ વિસ્તારમાં દારૂ કટીંગ કરવાની પરમિશન કઈ રીતે મળી અથવા કઈ રીતે ટ્રક અહીંયા આવ્યો, તેની પણ તપાસ એસએમસી દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here