હોળી-ધુળેટીમાં જુગાર રમવા બાબતે સાબરમતી વિસ્તારમાં ધિંગાણું થયું હતુંં. જેમાં જુગાર રમવાની ના પાડનારા યુવક હસમુખ બાલાભાઈ પરમાર તેમજ તેના 3 પિત્તરાઈ ભાઈ ઉપર કેટલાક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો.
જો કે આ ઘટનાના પગલે સ્થાનિક રહીશો ભેગા થઇ જતા હુમલાખોરો પથ્થરમારો કરીને ત્યાંથી ભાગી ગયા હતા. માથામાં ઈંટ વાગવાથી એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે હસમુખાઈ સહિત અન્ય 4 થી 5 જણાંને સામાન્ય ઈજાઓ થઇ હતી. આ અંગે સાબરમતી પોલીસે પીયૂષ અને તેની સાથેના માણસો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અગાઉ વિજિલન્સ ની ટીમ દ્વારા અનેક વખત જુગરધામ પકડી પાડ્યું છે પરંતુ સાબરમતી વિસ્તારના ગુનેગારો ને કોઈ જ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.અગાઉ જુગાર ની રેડ માં એક વહીવટદાર સહિત અનેક પોલીસકર્મી પણ જુગાર રમતા વિજિલન્સ ના હાથે પકડાઈ ચુક્યા છે.હાલમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જુગાર કિંગ બાબુ દાઢી એ સાબરમતી વિસ્તાર છોડી એસ.જી.હાઇવે જેવો ક્રીમ વિસ્તાર માં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે અને તેના ભત્રીજા વિશાલ ના નામે જુગાર ચલાવવા ની મંજૂરી મેળવતો હોવાની માહિતી મળી રહી છે.