આજના આધુનિક સમયમાં અનેક પરિવારો વચ્ચે પરિવાર નું અંતર ઘટતું જાય છે, પરિવારના સભ્યોમાં એકતા નથી,હોતી લાગણીઓ નથી હોતી આ પરિવારો માટે ઉદાહરણ રૂપ એક રાંતેજ ગામના ઈશ્વર પરિવારની વાત કરીએ તો આ પરિવાર છેલ્લા 14 વર્ષથી ગેટ ટુ ગેધર કરી રહ્યા છે પરિવારના સભ્યો એકબીજાને સમજે, નાના બાળકોમાં પરિવારનું મહત્વ શું છે એની ખબર પડે હેતુ માટે 14 વર્ષ થી ગેટ ટુ ગેધર કરવામાં આવે છે. ગઈકાલે ઈશ્વર પરિવારના સભ્યો દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગેટ ટુ ગેધર આયોજન કરવામા આવ્યુ હતું. અમદાવાદથી બસ મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા છેલ્લા ૧૪ વર્ષમાં 48 ગેટ ટુ ગેધર કર્યા છે. દર ત્રણ મહિને પરિવારના સભ્યો કોઈપણ એક જગ્યાએ ભેગા થાય છે આખો દિવસ સાથે રહે છે. પરિવાર વિશેની બધી વાતો, જનરલ નોલેજની વાતો, જાહેર સમાજમાં કેવી રીતે રહેવું એની વાતો,બાળકોએ મોટા સાથે કેવી રીતે વાત કરવી આ બધી બાબતોની ચર્ચા કરવામાં આવે છે.
ઈશ્વર પરિવાર દ્વારા એક અનોખી પહેલ પણ કરવામાં આવી છે આજનો સમય સોશિયલ મીડિયા નો સમય છે સોશિયલ મીડિયાનો સદુપયોગ કેવી રીતે કરવો તે આ પરિવાર પાસેથી શીખવા જેવું છે ઈશ્વર પરિવારનું એક whatsapp ગ્રુપ ચાલે છે આ ગ્રુપમાં પરિવારના સભ્યો જોડાયેલા છે છેલ્લા ચાર વર્ષથી દરરોજ રાત્રે 9:30 વાગે આ ગ્રુપમાં એક સવાલ પૂછવામાં આવે છે આ સવાલનો જવાબ જે વહેલા આપે અને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે દર મહિને જેને સૌથી વધારે જવાબ આપ્યા હોય તેને ટ્રોફી અને સન્માન પત્ર આપી અનુ સન્માન કરવામાં આવે છે પાંચ વર્ષ પછી આજે સવાલોની એક બુક બનાવવામાં આવશે જે બુક જનરલ નોલેજ માં ખૂબ જ ઉપયોગી હશે