આરોપી: હાથીભાઇ કાળુભાઇ ચૌધરી, નોકરી-લોક રક્ષક (LRD),
ટ્રાફીક પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર, વર્ગ-૩
ડીકોયની તારીખ :
૧૪.૦૬.૨૦૨૨
લાંચની માંગણીની રકમ :
રૂ. ૧૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૧૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ. ૧૦૦૦/-
ડીકોયનુ સ્થળ:
રણાસણ ટોલનાકા, ચિલોડા-ઓઢવ રીંગરોડ, અમદાવાદ
ટૂંક વિગત :
આ કામે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે રીંગ રોડ પર આવતા જતા વાહનોને પોલીસ, હોમગાર્ડ તથા ટીઆરબીના માણસો વાહનો રોકી લોકોને હેરાન પરેશાન કરતા હોવાની અંગત બાતમીદારો દ્રારા માહીતી મળેલ જેમાં કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાંની માંગણી કરતા હોવાની માહીતીના આધારે આજરોજ એસીબીએ ડીકોયરનો સંપર્ક કરી સદર રજુઆતો સંબંધે ડીકોયરનો સાથ સહકાર મેળવી ડીકોયનું આયોજન કરતા રણાસણ ટોલનાકા પાસે આરોપીએ ડીકોયરની ઇક્કો ગાડી ઉભી રખાવી હેતુલક્ષી વાતચીત કરી અલગ અલગ દંડ રૂ. ૭૦૦૦/- ભરવો પડશે તેવો ડર બતાવી રકઝકના અંતે રૂ. ૧૦૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઈ ગુનો કર્યા બાબત
નોધ : ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ટ્રેપિંગ અધિકારી :
શ્રી વી.એસ.પલાસ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે.
તથા એસીબી સ્ટાફ
સુપર વિઝન અધિકારી :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એસીબી અમદાવાદ એકમ,
અમદાવાદ.