અમદાવાદ શહેરને સિંગાપુર બનાવવાની વાતો વચ્ચે હાલ અમદાવાદ થાઈલેન્ડ બનવા તરફ આગળ ધપી રહ્યું છે કે શું !?

0
418

અમદાવાદ શહેરને સિંગાપુર બનાવવાની વાતો વચ્ચે હાલ સ્થિતિ એ છે કે, આ શહેર સિંગાપુર તો ઠીક પણ થાઈલેન્ડ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આમ તો પાલિકાના ચોપડે માત્ર 15 થી 20 સ્પા-મસાજ પાર્લરો નોંધાયેલા છે, જેની સામે છેલ્લા દોઢ વર્ષમાં જ 56થી વધુ સ્થળે પોલીસ દરોડા પાડી ચુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં કુલ 5000 થી વધુ સ્પા-મસાજ પાર્લરો ગેરકાયદે ધમધમી રહ્યા છે. હાલત એ છે કે આ દૂષણ રોકવા હવે ઘણા કોમર્શિયલ કોમ્પલેક્સના સંચાલકો પોતે જ પાટિયા લગાવવા માંડ્યા છે.

વિદેશી યુવતીઓ ટૂરિસ્ટ વિઝા પર આવી દલાલો મારફતે ભાડેના મકાનમાં રહી શહેરના પોશ વિસ્તારોમાં સ્પા-મસાજ પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવી રહી છે. આ તો ઠીક સારા ઘરના નબીરાઓ સ્પા-મસાજ પાર્લરોના કારણે નશીલા પદાર્થોના રવાડે પણ ચઢી ગયા છે. આ સેક્સ રેકેટનો ધંધો શહેરના પોશ વિસ્તાર જેમાં મોટા ગજના નેતાઓથી માંડી ઉઘોગપતિઓ, પોલીસ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો રહે છે. તે જ વિસ્તારોમાં સ્પા-મસાજ પાર્લરની આડમાં સેક્સરેકેટ ધમધમી રહ્યા છે.

સૌથી ચોંકાવનારી વિગતો એવી છે કે શહેરભરમાં 5000થી વધુ સ્પા અને મસાજ પાર્લરોમાં મોટેભાગે કુટણખાના ચાલી રહ્યા છે. અમદાવાદ મુખ્યત્વે બે વાતને કારણે બદનામ થયું છે, જેમાં એક નશીલા પદાર્થ અને બીજુ સ્પા-મસાજ પાર્લર. હાલમાં પોલીસના કડક વલણને કારણે નશીલા પદાર્થોનું દૂષણ તો કાબૂમાં આવ્યું છે, પરંતુ સ્પામાં ચાલતા કુટણખાનાઓ પોલીસ રેડ પાડતી હોવા છતાં બંધ થવાનું નામ નથી લેતા. જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
ટ્યુશન ક્લાસીસમાં યુવક અને યુવતિઓ આવતા હોય છે, જ્યારે હોસ્પિટલમાં દરેક પ્રકારના લોકો આવે છે ત્યારે સ્પા હોય તેવી બિલ્ડિંગો કે એપાર્ટમેન્ટમાં ટ્યુશન ક્લાસીસ અને હોસ્પિટલ માટે જગ્યા રાખવાનું ઘણા લોકો ટાળી રહ્યાં છે.

દુકાનોનાં ભાડાં પણ ઘટે છે
સ્પા અને મસાજ પાર્લરમાં મોટા ભાગે ગોરખધંધા ચાલતા હોય છે. પોલીસ પણ વારંવાર દરોડા પાડે છે. જે બિલ્ડિંગોમાં સ્પા હોય તેની દુકાનોના ભાડા પણ ઘટી જાય છે. જેના કારણે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં સ્પા અને માસાજ પાર્લરનો લોકો વિરોધ કરી રહ્યા છે.

ડબલ ભાડું મળતું, પણ સ્પા પર દરોડા પડતાં કોઈ આવતું નથી
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના કોમર્શિયલ કોમ્પલેક્સમાં દુકાન ધરાવતા એક વેપારીએ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચોથા માળ પર અમારી દુકાન હતી. જે ભાડું મળે તેના કરતાં ડબલ ભાડું મળતું હતું. એટલા માટે સ્પા માટે અમે દુકાન ભાડે આપી હતી. પોલીસે રેડ પાડ્યા બાદ હવે અમારી દુકાન 2 મહિનાથી ખાલી છે. પરંતુ કોઈ ભાડે લેતું નથી. આ જ કારણ છે કે, એકવાર સ્પા કે મસાજ પાર્લરને કારણે જે મકાન બદનામ થઈ જાય છે ત્યાં દુકાનો લેવા માટે કોઈ તૈયાર હોતું નથી.

ગેરકાયદે પવૃત્તિ જણાય તો જાણ કરો
મસાજ-સ્પામાં ચાલતી વૈશ્યાવૃત્તિ ગેરકાયદે છે. આવી માહિતી મળે કે અમે તરત જ કાર્યવાહી કરીએ છીએ છતાં પણ પાર્લરમાં આવી ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોય તો લોકો જાણ કરી શકે છે. પોલીસ ચોક્કસ કાર્યવાહી કરશે.

ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી નહીં
શહેરના એક બિલ્ડરો નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, ‘અમે બનાવેલા એક કોમ્પલેક્ષમાં 10 સ્પા અને મસાજ પાર્લર ચાલતા હતાં. પોલીસને અનેક ‌વખત ફરિયાદ કરવામાં આવી છતાં તે બંધ થયા ન હતાં. આવી અનેક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે છતાં કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી.’

બિલ્ડિંગની પ્રતિષ્ઠા ઘટી જાય છે
‘જે બિલ્ડિંગોમાં સ્પા-મસાજ પાર્લર હોય છે તે બિલ્ડિંગની પ્રતિષ્ઠામાં ઘટે છે. લોકો આવવાનનું ટાળે છે અને ભાડામાં ઘટાડો થાય છે. અમે સ્પા અને મસાજ પાર્લરને ભાડે અથવા વેચાણથી દુકાન નહીં આપવા માટે જાણ કરી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here