મોંઘવારી મુદ્દે AAP મહિલા વિંગ ના કાર્યક્રમનો થયો ફિયાસ્કો ! માત્ર 50 લોકો જ થયા ભેગા !

0
84

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે જોરશોરથી તૈયારીઓ કરી અને વિશાળ સંગઠન જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ વિશાળ સંગઠન જાહેર કર્યા બાદ આજે અમદાવાદમાં મોંઘવારીને લઈ આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ આ કાર્યક્રમમાં માત્ર 13 જેટલી જ મહિલાઓ હાજર રહી હતી. મહિલા કરતા પુરુષો વધારે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી મહિલા વિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ વધુ સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં હાજર ન રહી શકતા કાર્યક્રમ સફળ બતાવવા અમદાવાદના કેટલાક પુરુષ હોદ્દેદારો અને કાર્યક્રમને પહોંચવાની ફરજ પડી હતી.

આમ આદમી પાર્ટીમાં માત્ર સંગઠન નેતાઓની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વિશાળ સંગઠન છે અને મહિલા વિંગમાં પણ અનેક હોદ્દાઓ આપવામાં આવ્યા છે, પરંતુ વિરોધ પ્રદર્શન કે કોઈ કાર્યક્રમ હોય તેમાં સંખ્યા કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે. આજે આશ્રમ રોડ પર વલ્લભ સદન પાસે આમ આદમી પાર્ટીના મહિલા વિંગ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ દ્વારા વિરોધ કરવાનો હતો પરંતુ મહિલાઓની સાથે અમદાવાદ શહેર પ્રમુખ જે જે મેવાડા સહિતના અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સંખ્યા બતાવવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી મહિલા પ્રદેશ પ્રમુખ ગૌરી દેસાઈ સહિતના બેથી ત્રણ હોદ્દેદાર અને બાકીની મહિલા કાર્યકર એમ કુલ માત્ર 13 જ મહિલાઓ હતી.

એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ભાજપ કરતા પર વધુ મોટું સંગઠન બનાવવાની વાત કરે છે. પરંતુ એક કાર્યક્રમમાં 50 જેટલા લોકો પણ ભેગા થઈ શકતા નથી. ગુજરાતમાં ચૂંટણી જીતાડવા માટે દિલ્હીથી ટીમો ગુજરાતમાં ઉતારવામાં આવી છે, પરંતુ દિલ્હીની ટીમ દ્વારા ગુજરાતમાં જે રીતે પાર્ટીમાં અનેક લોકોને હોદ્દાઓ આપવામાં આવ્યા છે. પરંતુ પાર્ટીના નેતાઓ કાર્યકરોને કાર્યક્રમમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આજે યોજાયેલા મોંઘવારી વિરોધના કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ગેસનો સિલિન્ડર અને સગડી લઈ અને ભાજપ વિરુદ્ધ હાયના નારા લગાવવામાં આવ્યા હતા. જોકે રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. બીજી તરફ નવરંગપુરા પોલીસની પણ થોડી બેદરકારી સામે આવી છે. મહિલા વિંગ દ્વારા સમગ્ર કાર્યક્રમની પરમિશન અને આયોજન કર્યા હોવાની જાણ હતી. મહિલા પોલીસને સાથે રાખવાની હોય છે. પરંતુ માત્ર એક મહિલા પોલીસ કર્મચારીને ત્યાં હાજર રાખવામાં આવી હતી અને જ્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું, ત્યારે 10થી વધુ મહિલાઓ હતી. તો તેમને પકડવા માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ બોલાવવી પડી હતી. આમ આદમી પાર્ટીને પોલીસ દ્વારા ફૂટપાથ ઉપર વિરોધ પ્રદર્શનની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રોડ પર બેસી અને વિરોધ પ્રદર્શન કરી અને પોલીસને પણ દોડાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here