કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નીવાળા નિવેદન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને માફી માગી છે. અધીરે શુક્રવારે માફી માગતા રાષ્ટ્રપતિના નામે ચિઠ્ઠી લખી છે જેમાં તેમને લખ્યું કે- મેં ભૂલથી તમારા માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને તમે મારી માફીને સ્વીકારશો તેવી પ્રાર્થના કરું છું.
બુધવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાષ્ટ્રપત્ની જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો જે બાદ સત્તારૂઢ ભાજપના સાંસદોએ આ મુદ્દાને ઉઠાવતા અધીર રંજન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માફી માગે તેવી માગ કરી હતી.