છેલ્લા ઘણા દિવસોથી ભરૂચ જિલ્લામાં આવેલા નિકોરા ફાર્મ હાઉસની ચર્ચા એટલી હદે ચાલી રહી છે કે ભાજપના ભરૂચ જિલ્લાના નેતાઓ ભૂગર્ભ માં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે ક્યાં તો પછી ભાજપના ઉચ્ચ નેતાઓ ભરૂચ જિલ્લાના ભાજપના નેતાઓને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.આશરે 20 દિવસ પહેલા બનેલી નિકોરા ફાર્મ હાઉસ ની ઘટના એવી તો શું હતી કે ભરૂચ જિલ્લા ભાજપમાં ભૂકંપ આવી ગયો છે.
ભરૂચ જિલ્લામાં આવેલા નિકોરા ફાર્મ હાઉસમાં એક કોન્ટ્રાક્ટર નું બિલ પાસ કરાવવા માટે થઈ ને ભરૂચ ભાજપના નેતાઓ દ્વારા એક પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ,બક્ષીપંચ ના એક નેતા,ભરૂચ જિલ્લામાં કોન્ટ્રકટરનું કામ કરતા કોન્ટ્રકટર સાથે એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલ જે પાર્ટીમાં ભાજપ મહિલા મોરચા ની મહિલાઓ ને પણ લઈ જવામાં આવી હતી અને જ્યાં આ પાર્ટીમાં દારૂ ની મહેફિલ માણયા બાદ ભરૂચ જિલ્લાના ભાજપના નેતા અને કોન્ટ્રકટર છાટકા બની ગયા હતા અને મહિલા મોરચા ની મહિલાઓ સાથે ના કરવા નું કરી બેસતા ચર્ચા નો વિષય બની બેઠો છે.પીડિત મહિલા દ્વારા સમગ્ર મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોને ફરિયાદ કરી જાણ કરવા છતાં પણ પોલીસ દ્વારા ભાજપના નેતાઓ ને છાવરી મસ મોટો હપ્તો લઈ ખેલ કરી નાખ્યો હોવાની ચર્ચા પુર જોશમાં ચાલી રહી છે આ સમગ્ર મામલે પીડિત મહિલા દ્વારા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ સાથે ચર્ચા કરતા જણાવેલ સમગ્ર હકીકત બાબતે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દ્વારા આ સમગ્ર મામલે ભાજપના નેતાઓના નામ અને વધુ વિગત સાથે આગામી અહેવાલ માં સમગ્ર મામલો પ્રકાશમાં લાવવામાં આવશે.
અમારો બીજો અહેવાલ વાંચતા રહો ટૂંક સમયમાં જ !