GUJARAT : ગુજરાત વિધાનસભા કોંગ્રેસના 43 મુરતિયા ના નામ જાહેર ! ક્યાંક કોઈક ને લાગી લોટરી તો ક્યાંક કોઈક નો વિરોધ મળ્યો જોવા !

0
206

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે, રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજા સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી.જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે તેવી શક્યતા છે.

કોંગ્રેસ દ્વારા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાંથી જે પહેલી યાદી બહાર પાડે છે તે તમામ ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે. કોંગ્રેસ માત્ર લડવા ખાતર ચૂંટણી લડતું હોય તેવું આ ઉમેદવારોની નામની જાહેરાત બાદ લાગતું નથી. જે તે ઉમેદવારે પોતાના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી કામ શરૂ કરી દીધું હતું. મોટાભાગના ઉમેદવારો જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સુરત પહોંચ્યા હતા, ત્યારે પણ તેમની અંદર અંદર ચર્ચા બાદ જે જે વ્યક્તિને ટિકિટ મળી શકે તે જ વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. એક વાત સ્પષ્ટ છે કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસે જે પ્રકારના ઉમેદવારો પસંદ કર્યા છે, તે જોતા ચૂંટણીમાં ભલે અત્યાર સુધીમાં કોંગ્રેસ ચર્ચામાં નહીં રહેવું. પરંતુ હવે પ્રચારથી લઈને પરિણામ આવે ત્યાં સુધી ચોક્કસ જ સૌ કોઈની નજર તેમના પર રહેશે.

અર્જુન મોઢવાડીયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે. 1997થી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે. વર્ષ 2002થી આજ દિવસ સુધી સુધીમાં 5મી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે, જેમાંથી બે વખત તેઓ વર્ષ 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012 અને 2017ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વર્ષ 2004થી 2007 સુધી વિપક્ષનેતા પણ રહી ચુક્યા છે.

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર
ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here