ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ગુજરાતના પ્રવાસે હતા. પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. તો સાંજે ભાવનગરમાં યોજાયેલા 551 દીકરીઓના સમૂહ લગ્નમાં પીએમ મોદીએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે રાજકોટ, ચોટીલા અને વાંકાનેરમાં રોડ શો કર્યો હતો. જોકે, રાજકોટમાં કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતનો બે દિવસીય પ્રવાસ ટૂંકાવ્યો છે.
વારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે રાજકોટ, ચોટીલા અને વાંકાનેરમાં રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે રાજકોટમાં રોડ-શો યોજાયો હતો. શહેરની કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. રોડ-શોના રૂટમાં લોકોએ કેજરીવાલ પર ફૂલનો વરસાદ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા હતા. જોકે, રાજકોટમાં કેજરીવાલના રોડ શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના એપી સેન્ટર રાજકોટમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે.