ગુજરાત વિધાનસભામાં અમદાવાદે 3 CM આપ્યા ! 22 વર્ષમાં 9સીટના MLA ને કેમ મંત્રી પદ !? એલિસબ્રિજ,વેજલપુર,સાબરમતી અને અમરાઈવાડી શા માટે બાકાત !?

0
269

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી છે. ઈતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં કોઈ રાજકીય પાર્ટીને 156 બેઠક પર જીત મળી છે. રાજકીય રીતે રાજ્યમાં અમદાવાદનું ખૂબ જ મહત્ત્વ છે. જોકે વિજય રૂપાણીને બાદ કરતાં છેલ્લાં 22 વર્ષમાં ગુજરાતમાં અમદાવાદ શહેરના ધારાસભ્યને જ મુખ્યમંત્રી બનાવાયા છે. તેમાં નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. સરકારમાં અમદાવાદના ધારાસભ્યોને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે. જોકે અમદાવાદના માત્ર નવ વિધાનસભા ક્ષેત્રને જ મંત્રી પદ માટે પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે, જેમાં ઘાટલોડિયા, ખાડિયા, નારણપુરા, અસારવા, નરોડા, મણિનગર, વટવા અને નિકોલ, ઠક્કરબાપાનગર વિધાનસભાનો સમાવેશ થાય છે.

વર્ષ 2000 પછી મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ ન મળ્યું હોય એવી વિધાનસભા બેઠકોમાં વેજલપુર, સાબરમતી, એલિસબ્રિજ અને અમરાઈવાડીનો સમાવેશ થાય છે. 2012ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે યોજાઈ હતી. આ પહેલાં અમદાવાદમાં વિધાનસભાની 12 બેઠકો હતી. શહેરની વસતી વધતાં આ બેઠકોનું વિભાજન કરી 16 કરવામાં આવી હતી. ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, અમરાઈવાડી, નિકોલ નવી વિધાનસભા બેઠકો બની હતી.

આનંદીબેન પટેલ ભાજપનાં સિનિયર નેતા છે. 1998માં ભાજપની કેશુભાઈ સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ નરેન્દ્ર મોદીના 2014 સુધીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમને જુદા જુદા વિભાગનાં મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું ત્યારે આનંદીબેનની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ હતી. હાલ આનંદીબેન ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here