આગામી નવા અને શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં તેવા જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી છ વર્ષની હશે. જો તેમા એક વર્ષ કઉં પછી તેથી વધુ સમય ખૂટતો હશે તો વાલીઓએ તેમના બાળકોને પહેલા ધોરણમાં બેસાડવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડશે. એટલે કે 2023થી બાળકોના 6 વર્ષ પૂર્ણ હશે તો જ ધોરણ 1માં પ્રવેશ મળશે.
6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે, રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જૂન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે.
2023થી 6 વર્ષ પુર્ણ હશે તેમને જ મળશે ધોરણ 1માં મળશે પ્રવેશ
6 વર્ષની ઉંમર તો શિક્ષણ વિભાગે નક્કી કરી લીધી પરંતુ તેમા હજી છૂટછાટની જાહેરાત કરી નથી. જે બાળકોના છ વર્ષમાં એક-બે દિવસ કઉં તેનાથી વધુ દિવસ ખૂટતાં હશે તો પણ તેમને પણ પ્રવેશ અપાશે નહીં. 2023-24થી એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ મળશે.