કોરોના વાયરસને લઈ કેન્દ્રીયમંત્રી મનસુખ મંડવીયાએ શુ આપ્યું નિવેદન ! જાણો સમગ્ર અહેવાલ !

0
88

કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ હાલ બેકાબૂ બની છે. મળતી માહિતી મુજબ કોરોનાના BF.7 પ્રકારને કારણે ચીનમાં દરરોજ 5 હજાર મોત થઈ રહ્યા છે. ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ એલર્ટ બની ગઈ છે. બીજી તરફ બેઠકોનો દોર પણ યથાવત છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ભારત સરકાર સતર્કતાથી ભરી પગલા રહી છે : મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ચીન, જાપાન, અમેરિકા, બ્રાઝિલ, યુરોપ સહિતના દેશોમાં કોવિડનો કેહર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિની અંદર આપણા દેશમાં કોવિડ મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત સરકાર સતર્કતાથી પગલા ભરી રહી છે. ગઈકાલે જ કોવિડ માટેની એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સંસદના ફ્લોર પરથી મેં એક નિવેદનમાં દરેકને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો આગ્રણ પણ કર્યો છે.

સતર્કતા રાખો કોઈએ ગભરાવવાની જરૂર નથી : કેન્દ્રીય આરોગ્ય મંત્રી
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તમારી બાકી બધી જ વ્યવસ્થાઓ ચલાવો, સતર્કતા રાખો કોઈએ ગભરાવવાનું નથી. ચોથી લહેર દેશમાં ન આવે તે માટે અમે દરેકને સતર્ક કરી રહ્યા છીએ. હું ગુજરાતની જનતાને પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની જનતા સતર્ક રહે ગભરાવાની જરૂર નથી.

કોરોનાના કેસમાં ઘટાડો
ભારતમાં જુલાઈ મહિનાથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જોકે દેશમાં 14 થી 23 ડિસેમ્બર સુધી એટલે કે 10 દિવસમાં કોરોનાના 1,566 કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કુલ 3,380 સક્રિય કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here