અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરી જોવા મળી. પાર્કિંગમાં પડેલી ગાડીમાં પડેલા બિનવારસી રૂપિયા એક લાખ તેર હજાર ચારસોને ત્રીસ રૂપિયા પોલીસે મુળ માલિકને સહી સલામત રીતે પરત કર્યા છે. આ કામગીરી કરનાર પોલીસ જાહિદભાઈ બલદારભાઈ અને પ્રમોદકુમાર કિશનલાલ છે. તેઓ 8 વાગ્યાની આસપાસ પેટ્રોલીંગ કરતાં હતા અને આ દરમિયાન રિવરફ્રન્ટ ભિખાભાઈ ગાર્ડનની સામેના મેદાનમાં આવી એક કારનો કાચ ખુલ્લો હતો અને ત્યારે બંને પોલીસ તે કારની તાપસ કરવા ગયા અને આ કારની તાપસ કરતાં તેમાથી 2 પાકીટ મળ્યા હતા.

એક પાકિટમાં 15,850 રૂપિયા અને બીજા પાકિટમાં 97,430 રૂપિયા હતા. ત્યાર બાદ તેમણે પાકિટ માંથી મળેલ બિલ ઉપર થી તેમને ફોન કર્યો હતો. પોલીસે તેમનું નામ અને રહેઠાણ પૂછ્યું હતું અને તે પછી તેમને ત્યાં બોલ્યા હતા અને ત્યાર બાદ ખબર પડી કે તેમનું નામ આશાબેન અને હેમંતભાઈ છે. ત્યાર બાદ આશાબેને અને હેમંતભાઈએ જણાવ્યું કે તેઓ તેમના મિત્રો સાથે અહીં ફ્લાવર શૉ જોવા આવ્યા હતા. ત્યારે ખબર પડી કે આ બને પાકીટ તેમના મિત્રોના છે. તેમને કહ્યું કે મે ગાડીને મૂકી હતી પણ આમારી ગાડીનો કાચ ખુલ્લો રહી ગયો હતો. અને લગભગ સાડા છ વાગ્યે પોલીસ સ્ટેશનથી આશાબેન અને હેમંતભાઈના મિત્રને ફોન કરવાંમાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બંને પાકીટની રોકડ તથા બેન્કનું ડેબિટ કાર્ડ તેમને સહી સલામત રીતે પરત કર્યું હતું. આ સરસ કામગીરી કરનાર બન્ને પોલીસં કર્મચારીઓ ને ખુબ ખુબ અભિનંદન..