સિંગાપોર ઇન્ટરનેશનલ કમર્શિયલ કોર્ટ (એસઆઇસીસી)એ ડાયસ્ટાર ગ્લોબલ હોલ્ડિંગ્સમાં કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કિરી)ના હિસ્સાનું 603.8 મિલિયન યુએસ ડોલરનું આખરી મૂલ્યાંકન ડિલિવર કર્યું છે. આ કેસ ઐતિહાસિક લઘુમતી અત્યાચારના એક કેસ તરીકે ગણવામાં આવે છે, જેમાં વૈશ્વિક સ્તરે ઉપસ્થિતિ ધરાવતી વિશ્વના સૌથી મોટા ડાઇ (કલર) કંપની સામેલ છે. આ પહેલાં એસઆઇસીસી દ્વારા જૂન 2021માં 481.6 મિલિયન યુએસ ડોલર નક્કી કરાયું હતું, જેને કિરી અને સેનડા ઇન્ટરનેશનલ કેપિટલ (સેનડા) બંન્નેએ અંતિમ મૂલ્યાંકન સામેલ અપીલ કરી હતી.
આ લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદમાં બે અગ્રણી ડાઇ કંપનીઓ સામેલ છે. ભારતમાં કિરી ડાઇની વિશાળ શ્રેણી, ઇન્ટરમિડિએટ્સ અને કેમિકલના સૌથી મોટાં ઉત્પાદક અને નિકાસકર્તા છે, જ્યારે કે સેનડા એ શાંઘાઇ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ ઝેજિયાંગ લોંગશેંગ ગ્રૂપ લિમિટેડ (લોંગશેંગ)ની સંપૂર્ણ માલીકીની પેટા કરી છે તથા ચાઇનામાં સૌથી મોટી ડાઇ કંપની પણ છે. કિરી ડાયસ્ટાર ગ્લોબલ હોલ્ડિંગ્સ (સિંગાપોર) પીટીઇ લિમિટેડ (ડાયસ્ટાર)માં માઇનોરિટી શેરધારક હતી, જેના ઉપર સેનેડાની વિવિધ કામગીરી દ્વારા અત્યાચાર કરાયા હોવાનું એસઆઇસીસીએ માન્ય રાખ્યું છે. સેનેડા ડાયસ્ટારમાં બહુમતી શેરધારક હતું.
આ ચૂકાદા વિશે પ્રતિક્રિયા આપતાં કિરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મનિષ કિરીએ જણાવ્યું હતું કે, અમે એસઆઇસીસીના આખરી મૂલ્યાંકન સંબંધિત ચૂકાદાથી ખુશ છીએ અને ન્યાયી પરિણામ હાંસલ કરવા સિંગાપોરના કાનૂની માળખામાંથી આ કેસ જે પ્રકારે આગળ વધ્યો તેનાથી અમને સંતોષ છે. આ પ્રક્રિયાથી અમારા વ્યવસાય કરવાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. અમને આશા છે કે લોંગશેંગની સંપૂર્ણ માલીકીની પેટા કંપની સેનડા ઇન્ટરનેશનલ કેપિટલ કોર્ટના આદેશનું સન્માન કરશે. અયાર સુધીમાં તેઓ અમને થયેલાં ખર્ચને પણ ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં છે, જેના માટે અમે યોગ્ય પગલાં ભરી રહ્યાં છીએ.
આ કેસે કાનૂની દાખલો બેસાડ્યો છે, જ્યારે કોર્ટ ઓફ અપીલ-એસઆઇસીસીએ સ્પષ્ટતા કરી છે અને અધિકૃત નિર્ણય કર્યો છે કે ડિસ્કાઉન્ટ ફોર લેક ઓફ માર્કેટિબિલિટી (ડીએલઓએમ)ને શેર્સના મૂલ્યાંકનમાં સામેલ કરી શકાય નહીં અને તેના પરિણામે લઘુમતી શેરધારકને બહુમતી શેરધારક દ્વારા વેચાણ કરવાની ફરજ પાડી શકાય નહીં. કોર્ટે નક્કી કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી કાર્યવાહી જેવા સિદ્ધાંતોના આધારે વ્યાજબી રીતે કરવામાં આવેલ ખર્ચનો દાવો કરવો શક્ય બનશે.