AHMEDABAD : અમદાવાદના મણિનગરનો ઠગ કિરણ પટેલ નકલી PMO અધિકારીની ઓળખ આપી ફરતા જમ્મુ કશ્મીર પોલીસના હાથે ઝડપાયો ! રાખતો Z પ્લસ સિક્યુરિટી !

0
206

જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણભાઈ પટેલ છે. તે પાતોને પીએમઓનો એડિશનલ ડીરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રુફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જેકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો.

ઠગએ પોતાના ટ્વિટર બાયોમાં લખ્યું છે કે તેણે પીએચડી કર્યું છે. જોકે, પોલીસ તેની ડિગ્રીની પણ તપાસ કરી રહી છે. કિરણ પટેલ જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. આ દરમિયાન તેણે તમામ સરકારી સુવિધાઓનો લાભ લીધો હતો. ઠગે પોતાના ટ્વિટર હેન્ડલ પર જમ્મુ-કાશ્મીરના પ્રવાસ વિશેના અનેક વીડિયો પોસ્ટ કર્યા છે. તેની સાથે CRPF જવાન પણ જોવા મળી રહ્યા છે.

કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને લાવવાની બાબત પર અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી. તેણે દૂધપથરીને પર્યટન સ્થળ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકે પોલીસને ગુપ્તચર એજન્સી દ્વારા ઠગ વિશે એલર્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેના પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. જેવો જ તે ફરીથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યો તો તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. કિરણભાઈ પટેલ પર આઈપીસીની કલમ 419, 420, 467, 468, 471 હેઠળ કેસનોંધવામાં આવ્યો છે.

આ કિરણ પટેલની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી પોતે PMO ઓફિસમાં કામ કરતો હોવાની માહિતી બધાને આપતો રહેતો હતો અને અનેક લોકો જોડેથી PMO ઓફિસના અધિકારીની ઓળખ આપી રૂપિયા પણ પડાવતો હતો વધુમાં જણાવવામાં આવે તો થોડા સમય અગાઉ પણ એક મીડિયા ગ્રુપમાં સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ટીમ ના ડાયરેકટર દ્વારા એક સમાચાર મુકવામાં આવ્યા હતા ત્યારે પત્રકારને ખોટા સાબિત કરવા માટે જુઠ્ઠા સમાચાર ન બતાવો તેવી પોસ્ટ કરી હતી જે બાદ અમોએ માહિતી આપેલ કે કોણ જુઠ્ઠું છે એ સૌ કોણ જાણે જ છે અને અમોએ માહિતી પણ આપેલ કે કોણ PMO ઓફિસમાં બેસે છે અને કોણ નથી બેસતું તે સૌ કોઈ જાણે જ છે જેના આધારે આ ગ્રુપમાં ઉચ્ચ અધિકારીઓ પણ હોવાથી ખાનગી રાહે તપાસ ચલાવવા માં આવી હતી જેથી PMO ઓફિસના નકલી અધિકારીની ઓળખ આપનાર ઠગ કિરણ પટેલની જમ્મુ કશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે આ તપાસ માં ગુજરાત પોલીસની પણ તમામ એજન્સીઓ કામે લાગી ગઈ છે.
ક્રમશઃ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here