નવી સરકારની રચના થયા બાદ સૌ પ્રથમ વિધાનસભા સત્ર ચાલુ થયું જેમાં અનેક સારી કામગીરીના બિલ સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા જેમાં ભાજપ સરકારની ખૂબ જ નામના થઈ.પરંતુ વિધાનસભા સત્ર ના ગઈકાલ ના દિવસે વિધાનસભા ગૃહ ખૂબ જ ચર્ચા માં રહ્યું જે જાણો શુ થયું ગઈકાલના વિધાનસભા ગૃહ માં !
જમ્મુ કાશ્મીર માં નકલી PMO અધિકારી બની રોફ જમાવતા કિરણ પટેલ મામલે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યો હતો.જે બાદ દારૂ જુગાર મુદ્દે શૈલેષ પરમારે મુદ્દો ઉઠવાયો હતો જેમાં જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે વારંવાર રજુઆત કરવા છતાં બંધ કરવામાં આવતા નથી જેને લઈ ભાજપના એલિસબ્રિજ ના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે દારૂ જુગાર બંધ કરાવવા અરજી કરો છો કે બીજું કાંઈ છે તેના વળતા જવાબમાં ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ ને જણાવ્યું હતું કે વાસણા માં તમારો માણસ તો વેચે છે દારૂ ! જેથી બંને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ થવા પામ્યું હતું.આ શાબ્દિક યુદ્ધ થી ગૃહમાં હોબાળો પણ થયો હતો પરંતુ એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ ને ચર્ચા માં રહેવાનો વધારે મોહ હોવાથી આવું સાંભળવાની નોબત આવી હોવાનું જાણવા મળી રહી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર મોટા મોટા બણગાં ફૂંકવા માં માહિર છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર અને ભાજપ ધારાસભ્ય અમિત શાહ ને દારૂ જુગારના વેપારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવવા છે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે તો હવે ગઈકાલે રાત્રે દાણીલીમડા માંથી સ્ટેટ વિજિલન્સ દ્વારા 25 જુગારીઓને પકડી પાડવા માં આવ્યા તેમાં પણ કેસ નહીં કરવા શૈલેષ પરમારે એડીચોટી નું જોર લગાવ્યું હોવાની વાત જાણવા મળી રહી છે.હવે આ વાત તો ભાજપ અને કોંગ્રેસનું હાઇકમાન્ડ જ તપાસ કરે તો બંને ધારાસભ્ય ની હકીકત બહાર આવે તેમ છે.