અમદાવાદનો મિસ્ટર બીન ખેલાડી એટલે કિરણ પટેલ ! જીવતો ઐયાશી લાઈફ સ્ટાઈલ અને રાખતો બે પત્ની ! એક ડોકટર તો બીજી હતી સ્કૂલની ટ્રસ્ટી ! 30 થી વધુ જેટલી તો રાખતો ગર્લફ્રેન્ડ ! આવું ભરબજારમાં કિરણ પટેલ કહેતો !
મહાઠગ કિરણ પોતાના નામ જાહેર કરી દે નહીં તેના માટે ઘણા લોકો દોડતા થઈ ગયા !
અમદાવાદ પોલીસને કિરણની ભાગેડું પત્ની માલીની મળતી નથી જ્યારે કાશ્મીરના વકીલ સીધા સંપર્કમાં !
મનગમતી જગ્યાએ બદલી કરાવી આપવા પણ કિરણ પૈસા લઈને મદદ કરતો હતો !
માત્ર ગુજરાત જ નહીં છેક જમ્મુ કશ્મીરમાં જઈને પોતે પ્રધાનમંત્રી કાર્યાલય નો સિનિયર અધિકારી હોવાનો રોફ જમાવતો મહાઠગ કિરણ પટેલ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મહાઠગની સાથે કાશ્મીરનો પ્રવાસ કરનાર અન્ય બે લેખોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કિરણ પટેલ સાથે સંકળાયેલા લોકો પોતાનું નામ જાહેર થઈ જાય નહીં અથવા કિરણ પોતાનું નામ આપી દે નહીં તેના માટે દોડધામ કરી રહ્યા છે બીજી તરફ કિરણ ની પત્ની માલીની વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થતા તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે માલીની ક્રાઈમ બ્રાન્ચને મળતી નથી પરંતુ જમ્મુ કશ્મીરના કિરણના વકીલ સાથે સીધા સંપર્કમાં હોવાનું જાણી શકાયું છે. કિરણે સિનિયર ઓફિસરોને ચૂનો લગાવવા ઉપરાંત નાના અધિકારીઓને પણ મનગમતી જગ્યાએ બદલી કરાવવા માટે ખાતરી આપીને પૈસા પડાવ્યા હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
મણીનગરના કોઈ ખૂણે ઉભો રહે inલો કિરણ ગમે તે વ્યક્તિને ગાંધીનગર સચિવાલય કે દિલ્હી સંસદ ભવનનું કોઈ પણ કામ ચપટીમાં કરાવી આપવાની ખાતરી આપતો હતો. આઇપીએસ અધિકારીઓને ક્રીમ પોસ્ટિંગ અપાવવાના નામે કરોડો રૂપિયા પડાવી લેતો હતો. જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેમને સંલગ્ન સરકારી કામગીરી કે ટેન્ડર અપાવવા માટે પણ કિરણ લાખો રૂપિયા પડાવી લેતો હતો.
અમદાવાદ ઘોડાસર ના કિરણ પટેલ ઉર્ફે બંસીના આ
કારનામાથી આખું શહેર અને ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ પણ માહિતીકાર હતા જોકે બધું સીધું સરળ રીતે ચાલતું હતું ત્યાં સુધી કોઈએ કિરણની સામે વાંધો બતાવ્યો નહીં કે તેની તપાસ પણ શરૂ કરી નહીં.
જાણે અપડાઉન કરતો હોય તેવી રીતે જમ્મુ કાશ્મીર પહોંચી જતો કિરણ સ્થાનિક અધિકારીઓને પ્રભાવમાં રાખીને બુલેટ ગ્રુપ કારમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફરતો થઈ ગયો હતો આખરે પોલીસને જાણ થઈ કે આ વડાપ્રધાન કાર્યાલય નો કર્મચારી નહીં પરંતુ એક મહા ઠગ છે જેને પગલે કિરણ પટેલને કાશ્મીર પોલીસે ઝડપી લીધો અને પોલીસ નો પાવર બતાવી દીધો.
કિરણ ની પોલ ખુલતા ની સાથે જ પૂર્વ મંત્રી ના મોટાભાઈ કે જેનો બંગલો કિરાણે પચાવી પાડ્યો હતો તેણે ફરી એક વખત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી અને તેની ફરિયાદ નોંધ આવી ગઈ. ઘોડાસરમાં કિરણ જે બંગલોમાં રહે છે તેના માલિક પણ હવે ફરિયાદ નોંધાવવા માટે મુંબઈથી અમદાવાદ આવી ગયા છે. આમ પોલીસે કિરણ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની હિંમત કરતાં કિરણનો ભોગ બનેલા સંખ્યાબંધ લોકો ધીરે ધીરે સામે આવી રહ્યા છે.
જ્યારે કિરણની ધરપકડ થઈ ત્યારે માલીની જાહેરમાં ફરતી હતી અને લોકોને મળતી હતી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ અને માલીની વિરુદ્ધ ફરિયાદ નોંધ હવે માલિનીની શોધખોળ શરૂ કરી છે. ભૂગર્ભમાં ઊતરી ગયેલી માલિની પોલીસની પકડની બહાર છે જ્યારે જમ્મુ કાશ્મીરના કિરણના વકીલ સાથે માલિની સીધા સંપર્કમાં છે અને અહીં ચોક્કસ લોકો સાથે તે સતત સંપર્કમાં હોવાનું જાણી શકાયું છે.