ટૂંક સમયમાં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી 2022 યોજાવા જઈ રહી છે. જો કે હજુ સુધી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. આ સંદર્ભે આજે બપોરે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.ભારતના રાષ્ટ્રપતિને અનુચ્છેદ 55 અનુસાર પ્રમાણસર પ્રતિનિધિત્વની સિસ્ટમ દ્વારા એકલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા ચૂંટવામાં આવે છે. રાષ્ટ્રપતિની પસંદગી ભારતની સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) તેમજ રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવે છે.