સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અભણ કે શું !? સાઇલેન્ટ ઝોન ગણાતી સિવિલ હોસ્પિટલમાં આટલા મોટા અવાજે ગરબા કેવી રીતે યોજવા દીધા ! હવે કહે છે દર્દીઓ પરેશાન થયા હશે તો કાર્યવાહી કરીશું !

0
130

અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર મેળવે છે, જેમાં અમુક દર્દીઓ ગંભીર હાલતમાં પણ હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલી બીજે મેડિકલ કોલેજમાં સતત બે દિવસથી લાઈવ કોન્સર્ટ યોજવામાં આવી રહ્યો છે. લાઈવ કોન્સર્ટમાં ડોક્ટર અને વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા પણ હતા. સ્થાનિક પોલીસે કાર્યક્રમ માટે પરવાનગી પણ આપી હતી. ત્યારે હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાન થયા હતા. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનું કહેવું છે કે અવાજથી દર્દીઓને કોઈ પરેશાની નથી અને થશે તો કાર્યવાહી કરીશું.

સિવિલ હોસ્પિટલમાં યોજાયેલો લાઈવ કોન્સર્ટને લીધે હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓ લાઉડસ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાન થયાની ચર્ચાએ જોર પકડયું છે. બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોકટર હાજર રહ્યા હતા. એક બાજુ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખુદ ડોકટર અને વિધાર્થીઓ નિયમો નેવે મૂકીને ગરબા રમ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે આના અવાજને કારણે કોઈ દર્દીને પરેશાની થતી નથી. જો પરેશાની થશે તો કાર્યવાહી થશે.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજ દ્વારા સિંગર સચિન-જિગરનો લાઈવ કોન્સર્ટ રાખવામાં આવ્યો હતો. આમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોકટર હાજર રહ્યા હતા. તથા બહારના લોકો પણ આવી શકે એ માટે પાસ રાખવામાં આવ્યા હતા. 150 રૂપિયામાં લાઈવ કોન્સર્ટના પાસ પણ આપવામાં આવ્યા હતા.

એક તરફ, સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દી દાખલ હોય છે અને બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ તથા ડોકટર દ્વારા લાઈવ કોન્સર્ટ કરીને ડીજે વગાડવામાં આવે છે, જેનાથી દર્દીઓ પરેશાન પણ થાય છે. હોસ્પિટલ કેમ્પસ સાઇલન્ટ ઝોન હોવા છતાં શાહીબાગ પોલીસે પરવાનગી પણ આપી હતી અને પોલીસ ગરબા દરમિયાન તપાસ કરવા પણ ગઈ નહોતી.આ અંગે શાહીબાગ પીઆઇ કે.ડી જાડેજાએ જણાવ્યું હતું કે સાઇલન્ટ ઝોન છે, પરંતુ મર્યાદિત અવાજમાં લાઉડસ્પીકર અને કાર્યક્રમ માટે અમે પરવાનગી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here