ફાયર વિભાગ જનતાની સેવા કરવા રોબોટ લાવ્યા ! હજુ તો ટ્રાયલ કરવા ગયા ને જ થઈ ગયો બ્લાસ્ટ ! એક ફાયરમેન થયો ઇજાગ્રસ્ત !

0
165

ફાયરબ્રિગેડને ૧૨ દિવસ પહેલંા જ રોબોટ દાનમાં મળ્યું હતું
મણિનગર ફયર સ્ટેશનના ફાયર રોબોટમાં બ્લાસ્ટ, ફયરમેન ઈજાગ્રસ્ત
સોમવારે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે


શહેરના મણિનગર ફાયર સ્ટેશનમાં ફાયર રોબોટમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ફયર રોબોટમાં બ્લાસ્ટ થતાં એક ફયરમેન ઈજાગ્રસ્ત થયો છે. દીપક પરમાર નામનો ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં સારવાર થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો હતો. રવિવારે સાંજે ફયર સ્ટેશનમાં રાખેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફયરમેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.
મણનિગર ફાયર સ્ટેશનમાં રવિવાર હોવાથી ફયરના તમામ સાધનોનું ઓપરેશન મેન્ટેનન્સ તપાસવામાં આવતું હતું. સાંજે બેટરી ચાર્જમાંથી કાઢવા ફાયર કર્મી દીપક પરમારે સ્વીચ પાડતાં જ રોબોટમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા હતા. આજે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે. મણિનગર ફયર સ્ટેશનમાં જે રોબોટમાં બ્લાસ્ટ થયો છે, તેને અમદાવાદ ફયરબ્રિગેડને ૧૨ દિવસ પહેલાં જ દાનમાં આપવામાં આવ્યું હતું. ગુજરાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા GSPC મારફતે આ રોબોટ અમદાવાદ, સુરત, વડોદરા એમ ત્રણ કોર્પોરેશનને એક એક રોબોટ દાનમાં અપાયા હતા. ગત ૧ જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર આ રોબોટનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. ૧૨ દિવસમાં જ રોબોટમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here