રાહુલ ગાંધી ઉપર થયેલા કેસ મુદ્દે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે ! પરંતુ પોતાના પક્ષ નો નેતા રોહન ગુપ્તા ભાજપના નેતાઓ સાથે ભાગીદારી રાખી ધંધો કરે તો એનું શું !?

0
149

રાહુલ ગાંધી ઉપર થયેલા કેસ મુદ્દે કોંગ્રેસ રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે ! પરંતુ પોતાના પક્ષ નો નેતા રોહન ગુપ્તા ભાજપના નેતાઓ સાથે ભાગીદારી રાખી ધંધો કરે તો એનું શું !?

કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ રોહન ગુપ્તા સામે કેમ ચૂપ ! કે પછી કોંગ્રેસના જ ઉચ્ચ નેતાઓની કોઈ વાત રોહન ગુપ્તા દબાવી ને બેઠા છે !? રોહન ગુપ્તા ઉપર અગાઉ પણ જમીન વિવાદ ને લઈ ને અનેક સવાલો ઉઠ્યા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં સુધી પૂછપરછ ચાલશે ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ ખાતે ઇડીની ઓફિસ બહાર ધરણા કરશે.
વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રેસ કોન્ફન્સને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આવતીકાલ સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સવારે 9 વાગ્યે અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં એકત્ર થઇ અમદાવાદ સ્થિત ઇડીની ઓફિસે કૂચ કરી જશે. જ્યાં સુધી દિલ્હી ખાતે ઇડીની ઓફિસમાં રાહુલ ગાંધીની પૂછપરછ કરવા રોકવામાં આવશે ત્યાં સુધી ગુજરાતમાં પણ ઇડીની ઓફિસમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેશે.


તેમણે ઉમેર્યું હતું કે, જો રાહુલ ગાંધીની દિલ્હી ખાતે 24 કલાક પૂછપરછ ચાલે કે એક મહિના સુધી ચાલે. જ્યાં સુધી રાહુલ ગાંધીની પૂછપરછ ચાલશે કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં ઇડીની ઓફિસ પર ધરણા જારી રાખશે. આ ધરણા દેશભરમાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here