ઉમરગામ : તારીખ , ૨૩/૦૬/૨૦૨૨ ના રોજ વલસાડ જિલ્લા ના ઉમરગામ જીઆઈડીસી ઓધોગિક વિસ્તાર નો એન્જિનિયરિંગ ઝોન માં સમાવેશ થાય છે. પરંતુ કેટલાક એકમો દ્વારા ઉત્પાદન પ્રક્રિયા બાદ પ્રદૂષિત કેમિકલયુક્ત પ્રવાહી ખુલ્લી ગટરોમાં વહેતો મૂકી દેવાતા ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર કેમિકલ જોન હોય એવું પ્રતીત થઈ ગયું છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ જીઆઈડીસી 3rd face વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લી ગટરમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડી દેવાતું જોવા મળી રહ્યું છે. ઉમરગામ તાલુકાના દહેરી ગામ તથા આજુબાજુ વિસ્તારના ગામોમાં રહેતા ગ્રામજનો રોજિંદી પાણીની જરૂરિયાત માટે બોર ઉપર નિર્ભર રહે છે. તેમજ ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લી ગટરમાં કેમિકલ યુક્ત પ્રવાહિ વહેતુ મૂકી દેવાતા ભૂગર્ભ જળ પ્રદુષિત થાય તેવી શક્યતા નકારી શકાય નહીં જેની અસર ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રામજનો ના સ્વાસ્થ ઉપર થઈ શકે છે. જી.પી.સી.બી વિભાગ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ઉદાહરણ રૂપ કાર્યવાહી કરે જેથી કરી પ્રદૂષણની સમસ્યા ને ડામી શકાય.