એરપોર્ટ પર હવે કેબ વાળા મુસાફરોને પરેશાન કરી શકશે નહીં, તેમની આડોળાઇ સામે પગલાં લેવાશે !

0
103

કેબ બુક કરાવ્યા બાદ છેલ્લા સમયે પેમેન્ટ કેસમાં જ કરવું પડશે આટલો એક્સરા ચાર્જ થશે તેવી વાતો કરનાર સામે પગલા લેવાશે !

એરપોર્ટના સિનિયર અધિકારીઓ પણ કેબચાલકોની આડોળાઇનો ભોગ બનતા, ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરાવ્યું !

મુંબઈ કે દિલ્હી થી અથવા દેશના કોઈપણ ભાગમાંથી અમદાવાદ આવતા મુસાફરો વિમાનમાં બેસતા પહેલા જ કેમ બુક કરાવી દેતા હોય છે જેથી અમદાવાદ પહોંચીને કેબ શોધવી પડે નહીં. હવે જ્યારે તેમની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થાય ત્યારે કેમ ચાલક દ્વારા મુસાફરને કોલ કરવામાં આવતો હોય છે કે સાહેબ-મેડમ તમારે પેમેન્ટ કેસથી જ કરવું પડશે. જે બિલ થાય તેના ઉપર 90 રૂપિયા વધારે આપવા પડશે તમારે એરપોર્ટ પર પાર્કિંગના ચૂકવવા પડે છે. કેબ સર્ચ કરતા ₹300 ચાર્જ દેખાડ્યો હોય અને કેબચાલક દ્વારા 500 થી 800 રૂપિયાની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આવી ફરિયાદોનું નિરાકરણ આવે તેના માટે અમદાવાદ એરપોર્ટના હોદ્દેદારો દ્વારા કેબ સંચાલકો સાથે એક મીટીંગ કરી હતી અને અમદાવાદ એરપોર્ટ પર જ એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે જેમાં કેબચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની આડોળાઈ કરવામાં આવી હોય તો મુસાફર સીધો હેલ્પ ડેસ્ક પર જઈને ફરિયાદ કરી શકે અને તાત્કાલિક તેની ફરિયાદનું નિરાકરણ આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કિસ્સો -1

અમદાવાદ એરપોર્ટથી શહેરના ચોક્કસ વિસ્તારમાં જવા માટે મુસાફરે સર્ચ કર્યું અને કેમ બુક કરાવી ત્યારે અંદાજિત ભાડું ₹300 બતાવવામાં આવતું હતું. કેમ ચાલે કે બુકિંગ લઈ લીધા બાદ મુસાફરને સીધો કોલ કર્યો અને કહ્યું કે સાહેબ હું રસ્તામાં છું એરપોર્ટ પર પહોંચું છું પરંતુ તમારે જ્યાં જવું છે તે સ્થળે પહોંચાડવાનો ચાર્જ ₹500 થશે. આટલો મોટો તફાવત આવતા મુસાફરને આશ્ચર્ય થયું અને તેણે આ બાબતે પૂછ્યું તો કેમ ચાલે કે ઉડાવ જવાબ આપ્યા. કેમ કેન્સલ કરવી પડી અને મુસાફરને કેન્સલેશન નો ચાર્જ પણ ચૂકવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું.

કિસ્સો -2

અમદાવાદ અદાણી એરપોર્ટના એક સિનિયર અધિકારીને
એરપોર્ટ થી પોતાની ઓફિસે જવું હોવાથી તેમણે કેબ બુક કરાવી. થોડી જ વારમાં કેમના ડ્રાઇવરનો કોલ આવ્યો અને જે બિલ થાય તેના ઉપર ₹90 રૂપિયા આપવા પડશે તેવી રજૂઆત કરી. આ બાબતે એરપોર્ટના કર્મચારીએ સ્પષ્ટતા પૂછતા કેમ ચાલે કે કહ્યું કે એરપોર્ટ પર અમારે ₹90 રૂપિયા પાર્કિંગના આપવા પડે છે. એરપોર્ટના કર્મચારી નો જવાબ હતો કે બિલમાં પાર્કિંગના પૈસા એડ કરીને જ અમને બતાવવામાં આવે છે તો વધારાના 90 રૂપિયા શા માટે માગો છો. આવી વાત સાંભળતા જ કેમનો ટાઈગર ભડક્યો અને ટોચના એ પૂર્વક વર્તન કરી ફોન કટ કરી દીધો આ બાબતે પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

કિસ્સો -3

કેબ માટે બુકિંગ કરાવીને એરપોર્ટ પર મુસાફર કેબની વાટ જોતા ઉભા હતા ત્યારે જ કેમ ચાલે કે કોલ કર્યો અને કહ્યું કે સાહેબ બે મિનિટમાં જ એરપોર્ટ પર પહોંચું છું પરંતુ એક સ્પષ્ટતા કરવાની હતી કે તમે પેમેન્ટ કેવી રીતે કરશો?
મુસાફરે કહ્યું કે ભાઈ પેમેન્ટ ગમે તે રીતે કરીએ તમને તમારા પૈસા મળી જશે ત્યારે ડ્રાઇવર એ કહ્યું કે જો તમે કેસમાં પૈસા આપવાના હોય તો જ આવું. હું ઓનલાઇન પેમેન્ટ લેતો નથી. હવે ઘણા મુસાફર હોય તો જે તે કેબ માટે ની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને તેમાં પૈસા જમા કરાવી દીધા હોય છે તેમ છતાં તેમની પાસેથી કેશ લેવાની કેબચાલકો દ્વારા હઠાગ્રહ રાખવામાં આવતો હોય છે.

આવી સંખ્યાબંધ ફરિયાદો એરપોર્ટના સિનિયર ઓફિસરોને મળી હતી. એને પગલે અદાણી એરપોર્ટ ના સિનિયર અધિકારીઓ દ્વારા મુસાફરો પરેશાન થાય નહીં તેના માટે તમામ કેબના સંચાલકો ની એરપોર્ટ પર એક મીટીંગ ગોઠવવામાં આવી હતી અને તમામ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે મુસાફરોને કેબ દ્વારા ખોટી રીતે પરેશાન કરવામાં આવશે તે ચલાવી લેવામાં આવશે નહીં. જો મુસાફરોની ફરિયાદો આવશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે. એરપોર્ટના સિનિયર ઓફિસર નો મિજાજ જોતા કેબ સંચાલકો દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે એરપોર્ટ પાર્કિંગ પાસે એક હેલ્પ ડેસ્ક શરૂ કરવા થોડી જગ્યા ફાળવવામાં આવે જેથી કરીને કેબ સંચાલકો પોતાનો એક જવાબદાર વ્યક્તિ ત્યાં બેસાડી શકે અને તેની પાસે કોઈપણ નિર્ણય લેવાનો પાવર હોય. જો કોઈપણ મુસાફરને કે ચાલક કે કેબ કંપની થી મુશ્કેલી હોય તો તે સીધી હેલ્પ ડેસ્ક પર ફરિયાદ કરે જેથી તાત્કાલિક ધોરણે તેમના માટે કેબની વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે કેબ ચાલે તે આડોડાઈ કરી હોય તેની સામે પગલાં લેવામાં આવે.

હવે જોવાનું એ રહ્યું કે આ વ્યવસ્થા કર્યા બાદ મુસાફરોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થાય છે કે કેમ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here