પહેલા ભરૂચ જિલ્લામાં યુવાધન સ્પાના રવાડે હતું તો હવે ચઢ્યું ડ્રગસના રવાડે ! પી.આઈ.મંડોરા શા માટે છાવરી રહ્યા છે ડ્રગસ માફિયાઓને !? પત્રકારો ને પણ પી.આઈ.મંડોરા આપી રહ્યા છે ધમકીઓ !

0
427

એલસીબી પીઆઇ મંડોરા પોતાને ગૃહમંત્રી હર્ષ સંઘવીથી પણ મહાન સમજે છે કે શું ? પીએમઓમાં થાઈ એ કરી લેજો જેવા શબ્દોનું ઉચ્ચારણ કરીને શા માટે તેઓ ડ્રગ માફિયાને છાવરી રહ્યા છે ? તે પ્રશ્નો હવે ઉઠવા પામ્યા છે .. ભરૂચમાં થાઈલેન્ડની જેમ સ્પાની આડમાં દેહ વ્યાપાર ધમધમે છે તેવું ત્યાં ના રહીશોનું કેહવું છે અને તે પણ અધિકારીઓની રહેમ નજર હેઠળ ? અને હવે આ ડ્રગ માફિયાઓને વ્હાલથી પોતાના ઓથા હેઠળ રાખી દેશની ચોથી જાગીરનું અપમાન કરી ગૃહમંત્રીને કઇ જ ના ગણીને પોતાના રૂઆબ ને વધારે મહત્વ આપી આમ જનતા ને નુકશાન પહોચાડતા એલસીબી પીઆઇ ને કોના આશીર્વાદ ?

ભરૂચમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે જો આ વાત આમજનતા અને મીડિયા ને જાણ થઈ શકતી હોય તો શું અધિકારીઓને આંખે કોઈ લાલચની દુનિયાએ ઘર કરેલું છે ?

એલસીબી પીઆઇ પોતે કેમ ડ્રગ્સ માફિયાઓને વ્હાલથી છાવરી રહ્યા છે ?

ભરૂચ નું યુવા ધન બરબાદ થશે તો તેની જવાબદારી શુ એલસીબી પીઆઇ લેશે ? કે પછી લાલચની દુનિયા ના નશા માં એલસીબી પીઆઇ ઝૂમતા રહેશે ?

અને નવાઈની વાત તો એ છે કે એલસીબી પીઆઇ ને ગૃહમંત્રી હર્ષ સંઘવી નો પણ કેમ ડર નથી ? તેઓ પોતાને શુ ગૃહમંત્રી સમજી બેઠા છે કે પછી મોટી રાજકીય વગ ધરાવે છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here