ભરૂચ જિલ્લામાં આવેલ નિકોરા ફાર્મ ની ઘટના બની ચર્ચાસ્પદ ! હવે તો તપાસ માં પોલીસ પણ જોડાઈ ! તો શું સાચું તથ્ય આવશે બહાર !?

0
204

ગુજરાત રાજ્યમાં આવેલ ભરૂચ જિલ્લામાં એક રાત્રે એવું તો શું બની ગયું કે એ ઘટના હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે પક્ષોમાં બની છે ચર્ચા નું કેન્દ્ર !

કયા ભાજપના નેતાઓ આ કૃત્ય કર્યું !?
શુ કરછ માં થયેલ નલિયા કાંડ જેવી જ આ ઘટનાને દબાવવામાં આવશે !?
ભાજપ ના એ કયા નેતાઓ હતા જેમણે આવા કૃત્યો કર્યા !?
શુ ભાજપ પ્રદેશ પ્રમુખ આ નેતાઓ ઉપર કરાવશે કાર્યવાહી !?
ભરૂચ જિલ્લામાં એક નનામાં લેટર બૉમ્બ થી આવ્યો ભરૂચ ભાજપમાં ભૂકંપ !
ભરૂચ ભાજપના નેતાઓ સમગ્ર મામલો દબાવી દેવાની ફિરાકમાં કે શું !?
શુ આખો મામલો રફે દફે કરવા ભરૂચ ભાજપના નેતાઓએ વેર્યા અઢળક રૂપિયા !?

નિકોરા ફાર્મ હાઉસમાં શું થયું પોલીસ પણ તપાસમાં તો લાગી જ છે…નિકોરા ના ફાર્મ હાઉસમાં બનેલી ઘટનાની વિગતો ભલે સમયસર બહાર ના આવી હોય પણ જેવી ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવની ન્યૂઝમાં મેટર આવી કે રાજકારણીઓ,વહીવટી તંત્ર અને જાગૃત નગર જનોની આંખો ને કાન માં સરવરાટ સતેજ થવા લાગ્યો છે કે કાયદો ને તંત્ર ભલે આવા કૌભાંડો-કરતૂતો ને સ્વયં નિષેધાત્મક ના કરી શકે પણ કેટલાક કૃત્યો તો છાપરે ચઢીને જ પોકારે છે..સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ એ નિકોરાના નાના મોટા 7 જેટલા ફાર્મહાઉસ નો બારીક સર્વે કરતા ઘણું સત્ય-તથ્ય બહાર આવ્યું છે અને આ કોઈ બર્થ ડે પાર્ટી નહોતી પરંતુ નગરપાલિકાના એક કોન્ટ્રાક્ટરને તેના 8.36 લાખનું બિલ પાસ કરવા બદલ ગોઠવાયેલી નેતાઓ અને 3 રાજકીય બહેનોની જલસા પાર્ટી- જ હતી..મહેફિલ હતી..સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવના સમાચાર પછી પોલીસ પણ તપાસમાં લાગી હોવાનું બહાર આવ્યું.પોલીસે કોન્ટ્રાક્ટરના મિત્રના ફાર્મ પર જઈ મહિલા પોલિસ અધિકારી અને ટીમે તપાસ કરી લગભગ બધું જાણી ચુકી છે…પણ ફરિયાદી વિના અને રાજકિય માહોલ જોતા ગુન્હેગારો અને પોલીસ અધિકારીઓ થઈને બેઠા છે…પણ હાઈ કમાન્ડ તો સત્ય જાણી જ લેશે એ પાક્કું છે.
બીજી તરફ આ સમગ્ર મામલે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું છે.

હજુ પણ નિકોરા ફાર્મ હાઉસનો વધુ ઘટસ્ફોટ જોવા માટે અમારી ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ જોતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here