લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક એવા જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂપિયા 800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે.અમદાવાદ મનપા દ્વારા 1992 માં બહેરામપુરાના સર્વે નંબર 138 ની 1.27 લાખ ચો.મીટર જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટ ને ગાયો માટે આપી હતી પરંતુ અહીંના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ચેરિટી કમિશ્નરની પૂર્વ મંજૂરી વગર કલેક્ટરની અશાંતધારા ની મંજૂરી વગર જમીન એચ.એસ.હોટલવાળા બિલ્ડર યાસીન ગનીભાઈ ઘાંચી ને વેચી મારી અને ત્યારબાદ પ્લાન મંજુર કરી બાંધકામ બાંધી દેવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થવા પામ્યા હતા.કહેવાય છે કે અમદાવાદ મનપા નું એસ્ટેટ ખાતું સૌથી ભ્રષ્ટ ખાતું છે અને બિલ્ડરો સાથેના મેળાપીપણા થી અમદાવાદ મનપા ના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ માલામાલ થઈ ગયા છે.આ જમીન ની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતા જ અમદાવાદ મનપા ના પગ નીચે રેલો આવતા ફક્ત ને ફક્ત નામની શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
વર્ષ 2018 માં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા દસ્તાવેજ કરી યાસીન ગની ભાઈ ઘાંચી ને ભાડા ઉપર આપી દીધી હતી જેની સામે વિરોધ નો સુર તેજ થતા અનેક ફરિયાદો પણ કરવામાં આવી હતી તેમ છતાં સરકાર,અમદાવાદ મનપા અને ચેરિટી કમિશ્નર મૌન સેવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
આ સર્વે નંબર 138 દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવે છે અને આ વિસ્તાર અશાંતધારા વિસ્તારમાં આવતો હોવા છતાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર દસ્તાવેજ થઈ શકે નહીં તેમછતાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવા છતાં પણ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ આજદિન સુધી ક્યાં કારણોસર ગુન્હો દાખલ કરવામાં નથી આવી રહ્યો તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આમ તો પોતાની નામના કેળવવા માટે ફક્ત રેવન્યુ ડિપાર્ટમેન્ટ માં પોતાના ફેસબુક ઉપર લાઈવ કરી અધિકારીઓનો ઉધડો લેતા જોવા મળતા હતા પરંતુ અહીં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહી છે.કારણકે મહેસુલ મંત્રી એ પોતાના નિવેદન માં જણાવેલ કે મહેસુલ ખાતા ને લાગતા કોઈપણ અધિકારી કે રેવન્યુ ને લાગતા કોઈપણ અધિકારી કે કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે પરંતુ અહીં લેન્ડ ગ્રેબિંગ એકટ ગુનો બનતો હોવા છતાં પણ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી શા માટે મૌન સેવી રહ્યા છે તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.ક્યાં તો પછી એવું લાગી રહ્યું છે કે સરકાર અને મંત્રીઓ ની એવી કોઈ દુખતી નશ જગન્નાથ મંદિર ના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા જોડે છે તે માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે શું તેવા પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
અમારો બીજો અહેવાલ ટૂંક સમયમાં જોતા રહો !