શેરબજારમાં કરોડો રૂપિયા નો ખેલ કરનાર રાજુ બાર્ટર અને તેનો ભાઈ અતુલ દ્વારા શેરબજાર માં લોભામણી જાહેરાતો આપી અનેક વેપારીઓ ને પોતાની લાલચુ માયાજાળ માં ભેરવી કરોડો રૂપિયાનું ધોવાણ કરાવી ગયા અને પોતે રાજમહેલ જેવી જિંદગી જીવી રહ્યા હોવાના આક્ષેપો અનેક વેપારીઓ કરી રહ્યા છે.પાલડી વિસ્તારના એક રહીશે તો પોતાનું નામ નહીં આપવાની શરતે એ પણ જણાવ્યું હતું કે આ બે ભાઈ અને તેના બને મળતીયા સંબંધીઓ લોકોને મોટી મોટી સ્કીમો બતાવી શેરબજારમાં રૂપિયા ઇન્વેસ્ટ કરાવી દે છે અને પછી જ્યારે નુકશાન આવતું હોય ત્યારે અમારા દ્વારા ફોન કરવામાં આવે તો આ ચાર જણ ની ટુકડીઓ ભેગી થઈ ને કોઈ જ પ્રકારનો જવાબ આપવાથી દૂર ભાગી જતા હતા અને પાલડી ના એ રહીશે તો એ પણ જણાવ્યું હતું કે રાજુ બાર્ટર અને તેનો ભાઈ અતુલ એક જૈન મુનિ ના ફંડના રૂપિયા પણ શેરબજારમાં ઇન્વેસ્ટ કરે છે અને એ જૈન મુનિ ની રાજકીય વગ હોવાથી આ ચારેની ટુકડી ને કશું થતું ન હોવાની વાત જણાવવામાં આવેલી.ત્યારબાદ રાજસ્થાન જયપુરના રહીશ જોડે વાતચીત કરતા જાણવા મળેલ કે સાહેબ તમારી ઓફિસનું એડ્રેસ અમોને મોકલી આપો એટલે અમો તમને રાજુ બાર્ટર તેના ભાઈ અતુલ અને અંકિત શાહ અને આસિત વોરા ના રેકોર્ડિંગ સહિતના પુરાવા તમને કુરિયર થી મોકલી આપીશું જેથી અમારી સ્ટાર ન્યૂઝની ટીમ દ્વારા રાજસ્થાનના જયપુરના ભોગ બનનાર વેપારીને સરનામું મોકલી આપેલ અને તેઓએ અમોને કુરિયર પણ કરી દીધેલ હતું.ત્યારબાદ રાજસ્થાન ના વેપારીએ રાજુ બાર્ટર ઉપર કરેલ ચિટિંગ ની ફરિયાદની નકલ પણ અમોને અમારા મોબાઈલ નંબર ઉપર મોકલી આપેલ છે.
જો આટ આટલી ફરિયાદો થવા છતાં પણ અને શેરબજારના નામે કરતા કરોડોના વ્યવહારોની તપાસ શા માટે કરવામાં નથી આવી રહી તે પણ એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
બીજી તરફ રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ તથા તેના મળતીયા આસિત વોરા ના ત્યાં IT વિભાગ દ્વારા 2014માં દરોડા પણ પાડવામાં આવ્યા હતા અને જે તે સમયે કરોડો રૂપિયાના બે નંબરી વ્યવહારો અને અનેક લોકરો પણ સીલ કરવામાં આવ્યા હતા પરંતુ તે બાબતે રાજુ અતુલ ની જોડી ની રાજકીય વગ થી તમામ મામલે ઉપર ભીનું સંકેલાઈ ગયું હોવાની વાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પાલડીના રાહીશે જ્યારે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ની ટીમ સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે સમય આવ્યે તમે મને કહેશો ત્યાં આવી ને હું લાઈવમાં રાજુ બાર્ટર અને તેના ભાઈ અતુલ તથા અંકિત શાહ અને આસિત વોરા સામે બોલવા તૈયાર હોઈશ અને જણાવેલ કે તમારે જ્યારે જ્યારે આ લોકોની વિરુદ્ધ બીજા અનેક પુરાવા જોઈએ ત્યારે ત્યારે મારો સંપર્ક કરતા રહેજો હું તમોને પુરાવા પહોંચાડતો રહીશ.
વધુ પુરાવા સાથેની વિગતો આવતા અંકે જોતા રહો.
સ્ટેફી કુનુરિયા
ચેનલ હેડ
ગુજરાત
સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ