અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના પાપી અધિકારીઓનું વધુ એક પાપ !
સરસપુરના પુષ્પરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનો બી -૧૬૫ નંબરના શેડ નું ગેરકાયદેસર બાંધકામ કોના આશીર્વાદ થી ચાલે છે !?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારીઓના આશીર્વાદ થી પૂર્વ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટી નીકળ્યા ની અનેક ફરિયાદો ઉભી થવા પામી છે તેમ છતાં પણ ગુલાબી નોટોના બંધાણી બની બેઠેલા પૂર્વ ઝોનના એસ્ટેટ અધિકારી ના આશીર્વાદ થી સરસપુર પાસે આવેલ પોટલીયા ચાર રસ્તા પાસે આવેલ પુષ્પરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બી 165 નંબરના ગોડાઉન માં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હોવાની અનેક ફરિયાદો ઉઠતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ફક્ત ને ફક્ત નામની નોટિસ આપી મસ મોટા રૂપિયા લઈ ફરીથી બાંધકામ બાંધવા દેવાઈ રહ્યું હોવાની વ્યાપક ચર્ચાઓએ જોર પકડ્યું છે.તો હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદ મનપાના ભ્રષ્ટ અધિકારીઓ આ ગેરકાયદેસર બંધાઈ રહેલા બાંધકામ ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.
અમારો બીજો અહેવાલ વાંચવા જોતા રહો આવતો અંક !