AHMEDABAD : કોર્પોરેટર નહિ હોવા છતાં પણ AMC સ્કૂલ બોર્ડના બની બેઠેલા ચેરમેન સુજય મહેતા એ લીધો વિવાદાસ્પદ નિર્ણય ! AMC ના જ બીજા શિક્ષકોએ ઉઠાવ્યો વાંધો !

0
928

કોર્પોરેટર નહિ હોવા છતાં પણ AMC સ્કૂલ બોર્ડના બની બેઠેલા ચેરમેન સુજય મહેતા એ લીધો વિવાદાસ્પદ નિર્ણય ! AMC ના જ બીજા શિક્ષકોએ ઉઠાવ્યો વાંધો !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે શહેરના ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપવાના હેતુથી સિગ્નલ સ્કૂલ બસની શરૂઆત કરવામાં આવી છે જેમાં એક મુખ્ય શિક્ષક અને એક સહાયક શિક્ષકની ભરતી કરવામાં આવી છે આ મુખ્ય શિક્ષક અને સહાયક શિક્ષકો દ્વારા પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ભાજપના ચેરમેન સુજય મહેતા દ્વારા મંજૂર કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. એકતરફ પ્રવાસી શિક્ષકો દ્વારા પગાર વધારાની માંગણી કરવામાં આવે છે છતાં પણ તેઓનો પગાર વધારવામાં આવ્યો નથી અને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા આ શિક્ષકોની હજી 6 મહિનાની નોકરીમાં જ તેઓએ પગાર વધારાની માંગણી કરતા 3000 અને 5000 જેટલો વધારો કરી દેવામાં આવતા અન્ય શિક્ષકોમાં પણ રોષ ફેલાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના ભાજપના ચેરમેન સુજય મહેતા એ જણાવ્યું હતું કે આજે સ્કૂલ બોર્ડની મિટિંગમાં સિગ્નલ સ્કૂલના શિક્ષકો દ્વારા જે પગાર વધારાની માંગણી કરવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવી છે. મુખ્ય શિક્ષકનો 4900 અને સહાયક શિક્ષકનો 3000 પગાર વધારવામાં આવ્યો છે. સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી તેમના કામનો સમય અને બાળકોને તેમના ઘરેથી લાવી ભણાવવા ઈતર પ્રવૃત્તિથી લઈ કરે પરત મૂકવા જવા અને રિપોર્ટ આપવા સુધીના કામ હોય છે જેથી આ પગાર વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો અને ભણાવવા માટે કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ખૂબ જ સારી રીતે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે. બાળકોને ભણાવવા માટે કોન્ટ્રાક્ટ પર શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી હતી પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ત્યારે તેઓની કામગીરી પણ નક્કી કરવામાં આવી હતી, છતાં પણ કામગીરીને ધ્યાને લઈ જો છ મહિનામાં જ આ રીતે પગાર વધારો કરી દેવામાં આવતા અનેક વાલો ઉભા થયા છે. જ્યારે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ત્યારે શું આ તમામ પ્રકાર ની કામગીરી કરવાની રહેશે તેવી જવાબદારી ફિક્સ કરવામાં આવી ન હતી કે પછી પાછળથી આવી રીતે જવાબદારીઓનો ઉમેરો કરી અને તેઓને પગાર વધારો માંગવો પડે તેવી પરિસ્થિતિ સ્કૂલ બોર્ડ અને ભાજપના સત્તાધીશોએ ઉભી કરી છે.

સિગ્નલ સ્કૂલમાં ભણાવતા શિક્ષકો દ્વારા છ મહિનામાં જ આ રીતે પગાર વધારાની માંગણી કરવામાં આવતા પ્રવાસી શિક્ષકો દ્વારા જે છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી કરવામાં આવી રહી છે તેને લઈ અને હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી જેથી શિક્ષકોમાં પણ રોષ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here