અમદાવાદ શહેરમાં ઠેરઠેર દારૂના અડ્ડાઓ તો ધમધમી જ રહ્યા છે અને એક તરફ લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થઈ રહ્યું છે તેમ છતાં પણ અમુક નોટોના લાલચી અને જાડી ચામડી ના બની બેઠેલા પોલીસ કર્મીઓના આશીર્વાદ થી બુટલેગરો માં હવે કોઈ ડર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં નારણપુરા,રાણીપ,વાડજ,સોલા વિસ્તારમાં દેશી દારૂ ઠાલાવનાર બુટલેગર ચંદા ને ક્યાં અધિકારીઓ અને વહીવટદારો ના આશીર્વાદ છે કે બિન્દાસ થઈ ને કલોલ ના ઉવાસદ ચોકડી થી સ્વીફટ ગાડી અને સ્કોર્પિયો ગાડીમાં દેશી દારૂ ભરી રાણીપ,વાડજ,નારણપુરા અને સોલા વિસ્તારમાં બિન્દાસ આવી ને દેશીદારૂ સપ્લાય કરી જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં પોલીસની બીજી અનેક એજન્સીઓ કામગીરી કરી રહી છે જેવી કે પી.સી.બી.,વિજિલન્સ,ક્રાઇમ બ્રાન્ચ,એસ.ઓ.જી., જેવી એજન્સીઓ કામગીરી કરી રહી છે તેમ છતાં પણ ચંદા નામનો બુટલેગર બેફામ બની ને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં દેશી દારૂ સપ્લાય કરી રહ્યો છે ત્યારે પોલીસ ની અનેક એજન્સીઓ ઉપર પણ સવાલ ઉભા થવા પામ્યા છે.
બુટલેગર ચંદા ના વધુ કાળનામાં ટૂંક સમયમાં જોતા રહો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઉપર !