જનતા દળ (સેક્યુલર)નાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ માન. શ્રી મયુરભાઇ રાવલ, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ માન. શ્રી દિલિપભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી માન. શ્રી નિલેશભાઈ મિસ્ત્રીએ જનતા દળ (સેક્યુલર)માં રાજીનામા આપી ને પોતાના ૧૦૦થી પણ વધુ સમર્થકો ને સાથે લઈને ધનવાન ભારત પાર્ટીમાં આજ રોજ જોડાયા. ગુજરાત રાજ્યમાંથી જનતા દળ (સેક્યુલર)નાં ગુજરાત પ્રદેશનાં દિગ્ગજ નેતાઓએ અચાનક જ રાજીનામા આપી દેતા જનતા દળ (સેક્યુલર) હાઇ કમાન્ડ સ્તબ્ધ થઈ ગયુ. આ સાથે જ ધનવાન ભારત પાર્ટીમાં જોડાયેલ પદાધિકારીઓ દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી કે આગામી ગુજરાત ઇલેક્શન – ૨૦૨૨માં દરેક સીટો પરથી ધનવાન ભારત પાર્ટીનાં ઉમેદવાર ઇલેક્શન લડશે અને ગુજરાતની જનતાનો પુરો સાથ-સહકાર પણ મળશે.