AHMEDABAD : ડ્રગ્સનો ઓવરડોઝ લેનાર અમદાવાદ શહેરના નામાંકિત બિલ્ડર પ્રવીણ કોટકના પુત્ર ની તપાસ ક્યાં કારણોસર અટકી ગઈ !? ઝાયડ્સ હોસ્પિટલમાં ત્રણ મહિના સારવાર ક્યાં ડોક્ટરોએ કરી !? બન્યો તપાસનો વિષય !

0
568

અમદાવાદ શહેરના સુખી સંપન્ન પરિવારના નબીરાઓ દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવી તેનો ઉપયોગ કરવાનું અને તેને વેચવાનું કૌભાંડ અમદાવાદ શહેર પોલીસ દ્વારા થોડા મહિનાઓ અગાઉ પકડી પાડવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ચોક્કસ અને ભેદી કારણોસર માત્ર અને માત્ર બે ત્રણ દિવસમાં આ અંગેના સમાચાર તમામ જગ્યાઓ ઉપર પ્રસિદ્ધ થવાના બંધ થઈ ગયા હતા.
જેમાં આધારભૂત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદના એક નામાંકિત બિલ્ડર કે જે ઇસ્કોન ગ્રુપ પ્રવીણ કોટક ના પુત્રની ડ્રગ્સ ખરીદવામાં અને તેનું સેવન કરવામાં સીધી સંડોવણી હતી, અને જે તે સમયે બિલ્ડર પુત્રએ ડ્રગ્સનો ઓવરડોઝ લેતા તેની શારીરિક હાલત અંત્યત ખરાબ થઇ ગઈ હતી, જેના અનુસંધામાં અમદાવાદમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે બિલ્ડર પ્રવીણ કોટકનો પુત્ર ત્રણ મહિના સુધી ઈલાજ ચાલ્યો હતો, જે વાત જગજાહેર છે, ત્રણ ત્રણ મહિના સુધી ચાલેલા ઈલાજ દરમ્યાન બિલ્ડર પિતાએ આ વાત મીડિયા કે અન્ય માધ્યમ સુધી ના પહોંચે તે માટે પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી હતી, કહેનારા તો એવું પણ કહે છે કે ઉપરોક્ત બિલ્ડર સાથે ભાગીદારીમાં કામ કરતા એક આઈ.પી.એસ. અધિકારી આખો આખો દિવસ અહી સિક્યુરીટી બની ઉભા રહેતા હતા.જે આઈ.પી.એસ.અધિકારી નું નામ તો અનેક તોડકાંડ માં પણ આવી ચૂક્યું છે.
આ આખી ઘટના અંગે અમદાવાદના લગભગ તમામ અખબારી તંત્રીઓ જાણે છે, તમામ વરિષ્ઠ પત્રકારો આ વાતને મૂક સંમતિ આપે છે, તો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી ને આ બાબતની જાણ નહી હોય..? કે પછી કોઈ રાજકીય દબાણ કામ કરી રહ્યું હશે..?
ગુજરાતના ગૃહમંત્રીને આજે સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું આપનું ગૃહ ખાતું માલેતુજારોના નબીરાઓને ડ્રગ્સ લેવાની છૂટ આપે છે !? શું શ્રીમંતોને કાયદાની ઐસીતૈસી કરવાની છુટ આપે છે !? જો આપનો જવાબ ના હોય તો આપને ખુલ્લો પડકાર ફેંકીને જણાવી રહ્યા છે કે ઝાયડસ હોસ્પીટલમાં ત્રણ મહિના સુધી સારવાર લેનાર અમદાવાદના નામાંકિત બિલ્ડર પ્રવીણ કોટકનો પુત્ર શેની સારવાર લેતો હતો તેની તપાસ કરાવો..? શા માટે તેને ત્રણ ત્રણ મહિના હોસ્પીટલમાં રાખવો પડ્યો અને એ વખતે કયા આઈ.પી.એસ.અધિકારી આવા ગુનેગારને બચાવવા ખડેપગે હાજર રહ્યા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી પણ લગભગ દર પંદર વીસ દિવસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ આ રેકેટમાં કોણ કોણ સામેલ છે, કોણ તેનું સેવન કરે છે. સેવન કરવા માટે ડ્રગ્સ ક્યાંથી લાવે છે જેવી પ્રાથમિક તપાસ થાય તો શહેરની અંદર પણ મસમોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે.
આ છેલ્લા કેટલાક સમયથી ખાનગી રાહે તપાસ કરતા ઉપરોક્ત બિલ્ડરના પુત્રની સારવાર સમયથી કેટલીક વિગતો હાથ લાગી છે, જેમાં નિદાન દરમ્યાન ડોક્ટર દ્વારા આપવામાં આવેલી મેડીસીન ડ્રગ્સની અસર ઓછી કરવા માટેની હોવાનું સામે આવ્યું છે. આ અંગે આગામી ૨૨ સપ્ટેમ્બર મળનારી ગુજરાત વિધાનસભામાં આ પ્રશ્ન રજુ થાય અને તેની ન્યાયિક તપાસ થાય તે માટે પોલીસ કમિશ્નર અને ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.
આગામી અહેવાલ જોતા રહો અમારી ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ઉપર !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here